શ્રી ઉમિયા માતાજી ઉંઝાને મળ્યુ ઐતિહાસિક 253 વીઘા ભૂમિદાન

શ્રી ઉમિયા માતાજી મંદિર ઉંઝાને 253 વીઝા જમીન દાનમાં મળી છે.

મહેસાણાઃ વિશ્વના કડવા પાટીદારોની આસ્થા અને કેન્દ્રસમા શ્રી ઉમિયા માતાજી મંદિર ઉંઝાને અમદાવાદ શહેરના 48 કડવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી જે.એસ. પટેલ અને તેમના વેવાઈ અને ભાગીદાર તેમજ ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી અરવિંદભાઈ ત્રિભોવનદાસ તરફથી વિજાપુર નજીકની 253 વીઝા જમીન ભેટ આપી છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઉંઝાના ઈતિહાસમાં આટલી મોટી જમીન એક જ ગ્રુપ તરફથી મળી હોય તેવો આ પહેલો પ્રસંગ છે.

umiya mata

તમને જણાવી દઈએ કે શ્રી ઉમિયા માતા ધામ સંસ્થાનની 4 ઓક્ટોબરના રોજ મળેલી કારોબારી મીટિંગમાં 253 વીઘા જમીનનો સહર્ષ સ્વીકાર કરવામાં આવ્યો હતો. હવે સંસ્થા આ જમીન અંગે યોગ્ય નિર્ણય લઈ આગળની કાર્યવાહી કરશે. આ મીટિંગમાં ભૂમિદાતા શ્રી જે એસ પટેલનુ સમ્માન કરવામાં આવ્યુ હતુ જ્યારે અંગત કારણોસર હાજર નહિ રહેલ બીજા ભૂમિદાતા અરવિંદભાઈ પટેલની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી. સંસ્થાના સૌ કારોબારી સભ્યોએ તેમના પ્રત્યે ખૂબ જ કૃતજ્ઞતા વ્યક્ત કરી અને મા ઉમિયા તેમની સર્વ મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના કરી હતી તેમજ મા ઉમિયાની કૃપા તેમના પરિવાર પર વરસતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X