મહેસાણાઃ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે સંગઠનની બેઠકમાં ગજવ્યો ખેડૂત આંદોલનનો મુદ્દો
ભાજપ કોંગ્રેસમાં ચૂંટણીને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા મહેસાણામાં એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી.
મહેસાણાઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ભાજપ કોંગ્રેસમાં ચૂંટણીને લઈને બેઠકોનો દોર ચાલી રહ્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા મહેસાણામાં એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. મહેસાણામાં અર્બુદા ભવન ખાતે કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ખેડૂતોના આંદોલન મુદ્દે નિવેદન આપ્યુ હતુ.

Recommended Video

જેમાં તેમણે જણાવ્યુ હતુ કે સરકાર દૂર-દૂર સુધી ખેડૂતોની વાત સાંભળવા માટે તૈયાર નથી તેમજ મોટા કૉર્પોરેટ્સના સહારે જ ભાજપ સરકાર ચાલતી હોય તેવુ લાગી રહ્યુ છે. રાજીવ સાતવે વધુમાં જણાવ્યુ કે જે રીતે ખેડૂતોનુ આંદોલન છે તેમાં આખા દેશમાં તમે જોયુ કે ખેડૂતો સીમા પર આવીને બેઠા છે. સરકાર દૂર-દૂર સુધી ખેડૂતોની વાત સાંભળવા માંગતી નથી. ખેડૂતોની માંગ પર તેમનુ ધ્યાન નથી. 2-3 દિવસ પહેલા જ તમે જોયુ હશે કે સરદાર સાહેબનુ નામ ક્યાંકને ક્યાંક અમદાવાદ એરપોર્ટથી હટાવવાની કોશિશ કરવામાં આવી હતી. આ મુદ્દો તમારા માધ્યમથી બધાએ ઉઠાવ્યો હતો અને કૉર્પોરેટના ભરોસે જ ભાજપ સરકાર ચાલતી હોવાનો એજન્ડા દેખાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
