ગુજરાતના 4 વાર CM રહી ચૂકેલ કોંગ્રેસ નેતા માધવસિંહ સોલંકીનુ નિધન
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવ સિંહ સોલંકીનુ નિધન થઈ ગયુ છે.
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવ સિંહ સોલંકીનુ નિધન થઈ ગયુ છે. તેઓ 94 વર્ષના હતા. રાજ્યના 4 વાર રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શનિવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. તેઓ એક કોળી પરિવારમાં જન્મ્યા હતા. તેઓ ભારતના વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા હતા. માધવસિંહ સોલંકી પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની નજીક ગણાતા હતા.

માધવસિંહ સોલંકી ગુજરાતના કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીના પિતા છે. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ માધવસિંહ સોલંકીના નામે છે. તેમણે 182 બેઠકમાંથી 149 બેઠક મેળવી હતી. 1980ના દશકમાં તેઓ પોતાની ખામ થિયરી માટે જાણીતા બન્યા હતા. મધ્યાહન ભોજનનો વિચાર પણ સૌથી પહેલા માધવસિંહ સોલંકીએ રજૂ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. ટ્ટવિટમાં પીએમ મોદીએ કહ્યુ કે શ્રી માધવસિંહ સોલંકીજી એક દૂર્જેય નેતા હતા જેમણે દર્શકો સુધી ગુજરાતના રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી. સમાજ પ્રત્યે તેમની સમૃ્દ્ધ સેવા માટે તેમને યાદ કરવામાં આવશે. તેમના નિધનથી દુઃખી છુ. તેમના પુત્ર ભરત સોલંકીજી સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી. શાંતિ. રાજનીતિથી પરે શ્રી માધવસિંહ સોલંકીજીને વાંચવામાં મઝા આવી અને તે સંસ્કૃતિ માટે ભાવુક હતા. જ્યારે પણ તેમનો મળતો ત્યારે વાત કરતો, અમે પુસ્તકો વિશે ચર્ચા કરતા અને તે મને લેટેસ્ટ વાંચેલા પુસ્તક વિશે જણાવતા. હું હંમેશા અમારા વચ્ચે થયેલી વાતચીતને યાદ કરીશ.
Shri Madhavsinh Solanki Ji was a formidable leader, playing a key role in Gujarat politics for decades. He will be remembered for his rich service to society. Saddened by his demise. Spoke to his son, Bharat Solanki Ji and expressed condolences. Om Shanti.
— Narendra Modi (@narendramodi) January 9, 2021
રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપી કહ્યુ કે શ્રી માધવસિંહ સોલંકીના નિધનથી દુઃખી છુ. તેમણે કોંગ્રેસની વિચારધારાને મજબૂત કરવા અને સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવામાં તેમના યોગદાન માટે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે હાર્દિક સંવેદના.
Saddened by the demise of Shri Madhavsinh Solanki.
— Rahul Gandhi (@RahulGandhi) January 9, 2021
He will be remembered for his contribution in strengthening the Congress ideology & promoting social justice.
Heartfelt condolences to his family & friends.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
