Love Jihad in kutch: કચ્છ લવ જેહાદ કેસમાં વધુ એક આરોપી ઝડપાયો, આ રીતે આપતા હતા અંજામ
Love Jihad in kutch: ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેમાં મુસ્લીમ ધર્મના અસામાજીક યુવાનો હિન્દુ યુવતી અને મહિલાઓને પ્રેમજાળમાં ફસાવે છે. જે બાદ તેમના પર બળાત્કાર કરે છે.
આ કર્યા બાદ તેમનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવે છે. આ એક દેશ વ્યાપી કૌભાંડ છે જેનાથી હિન્દુ યુવતી અને મહિલાઓએ ચેતીને રહેવાની જરૂર છે. મુસ્લીમ ધર્મના અસામાજિક તત્વો હિન્દુ નામનો ઉપયોગ કરીને યુવતીને ફસાવે છે.
થોડા દિવસો પહેલા પ્રકાશમાં આવેલા લવ જેહાદ કેસમાં કચ્છ પોલીસ દ્વારા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
કચ્છ પોલીસ દ્વારા મુખ્ય આરોપી ઝિયાદને મદદ કરવા બદલ કાસમ હિંગોરજાની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ઝિયાદ એક હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી હતી. જે બાદ આ મહિલાનું બળજબરીથી ધર્માંતરણ કરવામાં આવ્યું હતું.
મહિલાનું બળજબરીથી ધર્માંતરણ કરાવતા પહેલા ઝિયાદે તેની સાથે અનેકવાર બળાત્કાર કર્યો હતો.
ઝિયાદ લતીફ નામના વ્યક્તિએ મહારાષ્ટ્રના પુણેના જીગર તરીકે હિન્દુ નામ ધારણ કરીને આ હિન્દુ મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ, પીડિતા અને તેનો પરિવાર મુંબઈમાં રહેતો હતો, પરંતુ આરોપીઓ દ્વારા થતી હેરાનગતિને કારણે તેઓ માંડવી તાલુકાના ગોધરા ગામમાં રહેવા આવી ગયા હતા.
પીડિતાના સંપર્કમાં રહેવા માટે, ઝિયાદે ગોધરામાં પણ તેનો સંપર્ક કર્યો, જ્યાં અન્ય આરોપી અલ્તાફે (મુંબઈથી) તેને કાસમ ઉસ્માન હિંગોરજા સાથે પરિચય કરાવ્યો હતો.
આ પછી ઝિયાદ પૂણેથી ગોધરા પહોંચ્યો, જ્યાં કાસમ હોટલ શિવશક્તિમાં તેના રહેવાની વ્યવસ્થા કરી હતી. હોટલમાં કામ કરતા કાસમે ઝિયાદને પીડિતાના ઘરે પહોંચવામાં મદદ કરી હતી.
બંને શકમંદોને કોર્ટમાં રજૂ કરી પાલારા જેલમાં મોકલી દેવાયા છે. આ દરમિયાન મુંબઈથી મદદ આપનાર અલ્તાફને પકડવા પોલીસ સતત પ્રયાસો કરી રહી છે. કાસમને તેની મદદ કરવાના બદલામાં 4000 રૂપિયા આપવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 20 ઓગસ્ટના રોજ પણ લવ જેહાદનો ગુનો નોંધાયો હતો. જેમાં ભુજની એક હિન્દુ મહિલા પર બળાત્કાર અને બળજબરીપૂર્વક ઇસ્લામ ધર્મ અપનાવવાના પ્રયાસના આરોપમાં 40 વર્ષીય રિક્ષા ડ્રાઈવર યુવકની ધરપકડ કરવામાં આવી છે.
ભુજના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 31 વર્ષીય મહિલા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના પગલે આરોપી સુલતાન સિદ્દી નામના રિક્ષાચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.
સુલતાન સિદ્દી પર ગુજરાત સ્વાતંત્ર્ય અધિનિયમ, 2003 હેઠળ બળાત્કાર, ઇજા પહોંચાડવા, અપમાન કરવા અને બળજબરીથી ધર્મ પરિવર્તનનો પ્રયાસ કરવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
