Lok Sabha Elections 2024: નીતિન પટેલે મહેસાણા સીટ પરથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી
Lok Sabha Elections 2024: ટૂંક સમયમાં યોજાનારી લોકસભા ચૂંટણીને લઈને ભાજપે શનિવારે 195 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાંથી ગુજરાતની કુલ 26 બેઠકોમાંથી 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનુ નામ ન હતુ.
લોકસભાની બાકીની 11 બેઠકો પર ઉમેદવારોના નામની યાદી આ તે પહેલા ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે મહેસાણા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાનો દાવો પાછો ખેંચી લીધો છે.

તમને જણાવી દઈએ કે અગાઉ પણ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન નીતિન પટેલે પહેલા ધારાસભ્ય પદ માટે ઉમેદવારી નોંધાવી અને પછી તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધી. નોંધનીય છે કે નીતિન પટેલ ગુજરાતના પ્રભાવશાળી પાટીદાર સમુદાયના નેતા છે. જોકે, બે વખત ઉમેદવારી નોંધાવીને પરત ખેંચી લેવાની ઘટનાએ ગુજરાતના રાજકારણમાં ચકચાર જગાવી છે.
નીતિન પટેલે રવિવારે પોતાની ફેસબુક પોસ્ટમાં જણાવ્યુ હતુ કે, 'મહેસાણા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે કેટલાક કારણોસર મે ઉમેદવારી નોધાવી હતી. શનિવારે રાજ્યની 15 લોકાસભા બેઠકના ઉમેદવારો જાહેર કરવામા આવેલ છે અને મહેસાણા લોકસભાના ઉમેદવારની પસંદગીની પ્રક્રિયા હજુ ચાલુ છે. તે પહેલા ભાજપના ઉમેદવાર તરીકેની મારી દાવેદારી હું પરત ખેંચુ છું. નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બની સમગ્ર દુનીયામાં ભારતની પ્રતિષ્ઠા વધુ વધારે અને ભારતમાતા પરમ વૈભવ પ્રાપ્ત કરે તેવી ભગવાનને પ્રાથના કરુ છું.' જો કે, તેમણે તેમના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો ન હતો.
સૂત્રોનો દાવો છે કે દિલ્હી હાઈકમાન્ડ દ્વારા અગાઉથી જાણ કરવામાં આવ્યા બાદ પટેલે કોઈપણ પ્રતિક્રિયા ટાળવા માટે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતની બાકી રહેલી 11 બેઠકોના નામની જાહેરાત એક અઠવાડિયામાં થઈ શકે છે. સૌરાષ્ટ્રની ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢની બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત બાકી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
