Lok sabha Election 2024: ભાજપની 27 સભ્યોની ચૂંટણી ઢંઢેરા સમિતિમાં ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ
Lok sabha Election 2024: ભારતીય જનતા પાર્ટી (BJP) પ્રમુખ જેપી નડ્ડાએ આજે લોકસભા ચૂંટણી 2024 માટે ચૂંટણી ઢંઢેરા સમિતિની જાહેરાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમિતિના 27 સભ્યોમાંથી એક છે.
ગુજરાતમાંથી ભૂપેન્દ્ર પટેલ એકમાત્ર એવા નેતા છે, જે સમિતિનો ભાગ છે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ અને સ્મૃતિ ઈરાની સહિત સત્તાધારી પક્ષના ઘણા અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે.

આ સમિતિમાં આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ સામેલ છે.












Click it and Unblock the Notifications
