કચ્છમાં વહેલી સવારે 4.7 અને 3.5ની તીવ્રતાના બે ભૂંકપે ધરા ધ્રુજાવી
ગુજરાતના કચ્છ વિસ્તારમાં વહેલી સવારે ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. પહેલો આંચકો 4.7ની તીવ્રતાનો હોઇ લોકો સફાળા જાગ્યા હતા. વધુ વાંચો અહીં.
ગુરુવારે, ગુજરાતના કચ્છ વિસ્તારમાં વહેલી સવારે ભૂકંપના બે તેજ ઝટકા અનુભવાયા હતા. અંજાર, ગાંધીધામ, રાપર, ભચાઉમાં ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂંકપે લોકોને ઊંધમાંથી જગાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ભૂંકપના તીવ્ર આંચકા વહેલી સવારે 4 વાગે આવ્યા હતા. સવારે 4:03 વાગે પહેલો ભૂકંપનો આંચકો નોંધવામાં આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.7ની નોંધવામાં આવી હતી. તે પછી 3.5ની તીવ્રતાનો બીજો આંચકો સવારે 4:06 નોંધવામાં આવ્યો હતો. ભૂંકપના આંચકાનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 24 કિમી દૂર માનવામાં આવે છે.

ભૂંકપના આંચકાથી ભયભીય થઇવે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. વહેલી સવારે થયેલા આ ભૂંકપના તીવ્ર આંચકાના કારણે મકાનો અને રસ્તા પર આંચકા લોકોએ અનુભવ્યા હતા. અને બૂમો પાડતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. ઉલ્લેખનીય છે કે પાછલા કેટલાક સમયથી કચ્છમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાઇ રહ્યા છે. જો કે તેની તીવ્રતા 3 થી 4 રેક્ટર સ્કેલની આસપાસ જ હોય છે. પણ તેમ છતાં સતત આવી રહેલા આ ભૂંકપના આંચકાઓએ લોકોની ચિંતા હાલ વધારી છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ






Click it and Unblock the Notifications
