માત્ર 10 રૂપિયામાં મળશે અમુલની કાઠિયાવાડી છાસ, કઢી માટે છે બેસ્ટ
Kathiawadi Chaas of Amul: Amul ના વધતા છાશના વેચાણને વેગ આપવાના હેતુથી, ડેરી જાયન્ટ અમૂલ દ્વારા ગુરુવારના રોજ કાઠિયાવાડી છાસ રજૂ કરવામાં આવી છે, જે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં લોકપ્રિય છે.
Amul એ મસ્તી દહીનું 1 કિલોનું પેક પણ લોન્ચ કર્યું છે, જે તેમની દહીંની બનાવટ છે. કાઠિયાવાડી છાસના 400 મિલિલીટર પાઉચની કિંમત રૂપિયા 10 છે, કાઠિયાવાડી છાસ બે દિવસની શેલ્ફ લાઇફ ધરાવે છે.
કચ્છમાં સરહદ ડેરી મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં, ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના વાઇસ ચેરમેન વાલમજી હુંબલે કાઠિયાવાડી છાસ અને મસ્તી દહીના 1 કિલોના ટબનું અનાવરણ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, દરરોજ સરેરાશ એક લાખ લીટર છાશના વેચાણ સાથે, અમૂલ કાઠિયાવાડી છાસના લોન્ચિંગ સાથે વેચાણમાં 20 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખે છે.
અમુલની કાઠિયાવાડી છાસ ટૂંક સમયમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉપલબ્ધ થશે, જેમાં ચાર પ્લાન્ટ તેનું ઉત્પાદન કરશે. બજારના પ્રતિભાવના આધારે, તે અન્ય પ્રદેશોમાં પણ ઓફર કરવામાં આવી શકે છે.
વાલમજી હુંબલે મીડિયાને જણાવ્યું હતું કે, કાઠિયાવાડી અથવા સૌરાષ્ટ્રના પ્રદેશોમાં પરંપરાગત છાશ થોડી ખાટી હોય છે, પણ ખાટી છાસ કરતાં હળવી હોય છે.
ઘણા લોકો આ સ્વાદને પીવા માટે અને કઢી જેવી રસોઈ બનાવવા માટે પસંદ કરે છે. આમ, અમે આ વેરાયટી રજૂ કરી છે, જે ગુરુવાર સાંજથી કચ્છના રિટેલ આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે.
“સરહદ ડેરી” દ્વારા આજે ચાંદરાણી પ્લાન્ટ ખાતે અમૂલ બ્રાન્ડ અંતર્ગત “કાઠીયાવાડી છાસ” અને 1 કિલો મસ્તી દહી (ટબ) નું લોંચિંગ કરવામાં આવ્યું.#SarhadDairy #Milk #Dahi #Amul pic.twitter.com/XUE9OPbNj5
— Valamji R Humbal (@ValamjiRHumbal) June 20, 2024












Click it and Unblock the Notifications
