Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જલ જીવન મિશનથી દેશના દરેક ઘર સુધી નલ સે જલ પહોંચ્યું : પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

Water Supply Minister Kunwarjibhai Bavlia: વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલ જીવન મિશન અમલમાં મૂકીને દેશના દરેક ઘર સુધી નલ સે જલ પહોંચાડવાનું શુભ કામ કર્યું છે. તે જ દિશામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સતત આગળ વધી રહી છે.

નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાની હયાત જૂથ પાણી પુરવઠા યોજનાની વિગતો આપતા મંત્રી કુવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, રૂપિયા 25.24 કરોડની જીતનગર - સુંદરપુરા સુધારા પાણી પુરવઠા યોજના હેઠળ ગરુડેશ્વર તાલુકાના 22 અને નાંદોદ તાલુકાના 07 ગામોને સમાવવામાં આવ્યા છે.

Nal Se Jal

આ ઉપરાંત રૂપિયા 42.77 કરોડની નર્મદા નો-સોર્સ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (ભાગ-1) તેમજ રૂપિયા 3.03 કરોડની (ભાગ-2) યોજના હેઠળ ગરુડેશ્વર તાલુકાના 12-12 ગામોને સમાવી લેવામાં આવ્યા છે.

મંત્રી કુવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લાના નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાની હયાત જૂથ પાણી પુરવઠા યોજનાના સુધારણાના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. જીતનગર - સુંદરપુરા સુધારા પાણી પુરવઠા યોજનાનું કામ જુલાઈ-2023માં પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે બાકી રહેતી નર્મદા નો-સોર્સ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (ભાગ-1) તેમજ (ભાગ-2) ના કામ હાલ પ્રગતિ હેઠળ છે, જે જૂન-2024 સુધીમાં પૂર્ણ થશે.

વધુ વિગતો આપતા મંત્રી કુવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, ડેડીયાપાડા અને સાગબારા તાલુકાની ઝરવાની જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ 54 ગામો તેમજ ડેડીયાપાડાની સાગબારા-ડેડીયાપાડા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ 6 ગામોને સમાવી લેવામાં આવ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X