ગુજરાતમાં લાંબા ગાળા બાદ કોરોના કેસ 100 ને પાર, ઓમિક્રોનના 16 નવા કેસ નોધાયા!
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ ધીમો પડેલો કોરોના વાયરસ માથુ ઉચકતો જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી 100 નીં અંદર રહેલો નવા કેસનો આંકડો 100 ને પાર પહોંચ્યો છે.
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ ધીમો પડેલો કોરોના વાયરસ માથુ ઉચકતો જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી 100 નીં અંદર રહેલો નવા કેસનો આંકડો 100 ને પાર પહોંચ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસ વધતા હવ તંત્ર પણ એલર્ટ થયુ છે. ગુજરાતમાં લાંબા ગાળા બાદ કોરોનાના નવા કેસના આંકડામાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે.

ગુજરાતના છેલ્લા આંકડા પર નજર કરીએ તો, આજે ગુજરાત રાજ્યમાં કોરોનાના નવા 111 કેસ નોંધાયા અને આણંદ અને જામનગરમાં કોરોનાથી બે લોકોના મોત થયા છે. શહેરોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી 43 કેસ નોંધાયા છે. આ ઉપરાંત સુરતમાં 18, રાજકોટમાં 14 અને વડોદરામાં 11 નવા કેસ નોંધાયા છે. આ સિવાય કચ્છ અને વલસાડમાં 5, ખેડા અને નવસારીમાં 4 કેસ, આણંદમાં 3 અને મહીસાગર જિલ્લામાં 2 કેસ નોંધાયા છે. આગળ વાત કરીએ તો, ભાવનગર અને સાબરકાંઠામાં 1 - 1 કેસ નોંધાયા છે.
આ તમામ ઘટનાઓ વચ્ચે સૌથી મોટી વાત એ છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે સૌથી વધુ 7 ઓમિક્રોન કેસ વડોદરામાં નોંધાયા છે. આ તમામ કેસ સાથે આ આકંડો કુલ 30 પર પહોંચી ગયો છે. રાજ્યમાં હાલ 25 ઓમિક્રોન દર્દીઓ સારવાર હેઠળ છે તો 5 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે.
અહીં એ ઉલ્લેખનિય છે કે, કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા કોરોના ટેસ્ટિગ તેજ કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત વેક્સિનેશન પર પણ સતત દબાણ વધારવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સરકાર દ્વારા નવી ગાઈડલાઈન પણ લાગુ કરવામાં આવી છે. જે અતર્ગત, સોસાયટીઓમાં પોઝિટિવિટી રેટ 10 ટકા કરતા વધુ હશે તો સ્થિતિ અતિ ગંભીર ગણાશે. જ્યારે કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 40 ટકા કરતા વધુ લોકો સંક્રમિત થાય તો તેને ગંભીર ગણવામાં આવશે. તે ઉપરાંત ક્લસ્ટર અને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન માટે પણ સૂચનો કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
