અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 2 દિવસમાં ૨ અંગદાન, 5 લોકોને નવી જીંદગી મળી
અમદાવાદ સિલિલ હોસ્પિટલમાં શરૂ થયેલો અંગદાન મહાયજ્ઞ લોકોને નવજીવન આપી રહ્યો છે. હાલમાં જ બે દિવસમાં બે અંગદાન થયા છે અને તેનાથી 5 લોકોને નવી જીંદગી મળી છે.
ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસે થયેલ બે અંગદાનથી પાંચ જરૂરીયાતમંદોને નવજીવન મળ્યું છે. આ બે અંગદાનમાં મળેલ ચાર કિડની અને એક લીવરને જરુરીયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.

સિવિલ હોસ્પિટલમાં આ 130મું અંગદાન છે. અમદાવાદના જુના વાડજ વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષના અવધૂત બાહરે નામના વ્યક્તિને સ્ટ્રોક આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહીં સઘન સારવારના અંતે તબીબો દ્વારા તેમને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.
બ્રેઇનડેડ જાહેર થતાં પરિવારજનોએ અંગદાન માટે સંમતિ દર્શાવી હતી. જે બાદ અંગોના રીટ્રાવેલની પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મેળવવામાં સફળતા મળી.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોશીએ જણાવ્યું કે, ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસે અને સપ્ટેમ્બર મહિનાના શરૂઆતના દિવસે થયેલ અંગદાન થકી પાંચ જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે.
અંગદાન સાથે જોડાયેલ સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમ નિષ્ઠાપૂર્વક અંગદાનની પ્રવૃત્તિ દ્વારા જરૂરિયાતમંદોને નવજીવન આપવા માટે કટિબદ્ધ છે.












Click it and Unblock the Notifications
