ખેડૂતે કોરોના કાળમાં ગામનુ ઘર વેચીને કેરીની વાડી સંભાળી હતી, વાવાઝોડામાં બધુ થઈ ગયુ બરબાદ
વાવાઝોડા 'તૌકતે'એ પાક અને વૃક્ષોને ગુજરાતમાં બહુ નુકશાન કર્યુ છે.
ભાવનગરઃ વાવાઝોડા 'તૌકતે'એ પાક અને વૃક્ષોને ગુજરાતમાં બહુ નુકશાન કર્યુ છે. બે લાખથી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે અને હજારો હેક્ટર ભૂમિનો પાક નષ્ટ થઈ ગયો છે. કેરીનો પાક લગભગ 75% બરબાદ થઈ ગયો છે. મગફળી, બાજરી, મગ, ચીકૂ, પપૈયુ જેવા પાકના ક્ષેત્રમાં કમોસમી વરસાદ તેમજ વાવાઝોડા તૌકતેના કારણે 50થી 100% સુધી નુકશાન થયુ. વળી, વીજળી ઠપ્પ થવાથી રાજ્યના 3850 ગામોમાં અંધારુ છવાઈ ગયુ. રાજ્યભરના કુલ 5958 ગામોમાં વિજળી પુરવઠો અટવાયો. મુખ્યમંત્રીનુ કહેવુ છે કે સર્વેક્ષણ પછી પ્રભાવિત લોકોને આર્થિક મદદ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે 1 હજાર કરોડનુ પેકેજ આપવાની વાત કહી છે.

બધુ બરબાદ થઈ ગયુ
ભાવનગરના એક ખેડૂતના બેરોજગાર દીકરાએ કોરોના કાળમાં ગામ છોડીને ચાર મહિના પરિવાર સાથે કેરીની વાડીમાં વીતાવ્યા હતા. તેનુ પણ બધુ બરબાદ થઈ ગયુ. રૂપા પ્રદીપભાઈ વાઘેલા નામના યુવાને છાપરાભાઠા-સાયણ રોડ પર કેરીની વાડી ભાડે લીધી હતી. પ્રદીપભાઈએ કહ્યુ કે, 'અમે બુધેલ ગામના મૂળ નિવાસી છે. લૉકડાઉનમાં નોકરી ગયા બાદ આ સિઝનમાં કેરીના ફળથી કમાણી કરવાની યોજના બનાવી હતી. પરંતુ રૂપિયા નહોતા તો ગામમાં એક મકાન વેચીને છાપરાભાઠામાં વાડી ભાડે લીધી.

વાવાઝોડાએ કંઈ છોડ્યુ નહિ
પ્રદીપભાઈએ કહ્યુ કે હું 3 વર્ષના બાળક અને પરિવાર સાથે 4 મહિનાથી વાડીમાં રહેતો હતો. અમને કેરીની વાડીમાંથી ઘણી આશા હતી પરંતુ વાવાઝોડાએ કંઈ છોડ્યુ નહિ. નાની-નાની કેરીઓ પણ ખરી પડી. જે વાડીમાં કેરીના પાક માટે અમે મહેનત કરી તે વૃક્ષો પર આફૂસ અને કેસરની સારી કેરીઓ થઈ હતી. પરંતુ વાવાઝોડાથી એટલુ નુકશાન થયુ કે કિંમત કાઢવી તો દૂર અમારી એક વર્ષની મહેનત પણ બેકાર થઈ ગઈ.

ખેડૂતોને વાવાઝોડાથી ભારે નુકશાન
પ્રદીપભાઈએ કહ્યુ કે, 'અમારી જેમ જ ઘણા ખેડૂતોને વાવાઝોડાથી ભારે નુકશાન થયુ છે. વાડીમાં કાચી કેરીઓના ઢગલાં થયા છે. પ્રદીપની પત્નીએ કહ્યુ કે, 'અમારી આર્થિક સ્થિતિ ઘણી ખરાબ છે. પતિએ ગામનુ ઘર વેચીને છાપરાભાઠામાં કેરીની વાડી ભાડે લીધી હતી અને મહિનાઓની તેની દેખરેખ શરૂ કરી હતી. હવે અમારુ બધુ બરબાદ થઈ ગયુ.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
