ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કર્મચારીઓ માટેના આવાસોનું લોકાર્પણ કર્યુ
ગુજરાતની સુરક્ષા અને સલામતી માટે સતત કર્તવ્યનિષ્ઠ પોલીસ કર્મીઓની સુખાકારીમાં વધારો કરવા રૂ.૨૨ કરોડના આવાસો કર્યા સમર્પિત કર્યા હતા. અમદાવાદ શહેરની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે રૂ.૨૨ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત અત્યાધુનિક સુવિધાયુક્ત બી - ૧૭૬ જેલ પોલીસ આવાસોનું વિવિધ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું.

પોલીસની માળખાકીય સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા તથા તેમની સુખાકારીમાં વધારો કરવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે ત્યારે જેલમાં ફરજરત પોલીસ કર્મીઓ માટે ફરજ સ્થળ સમીપ આવાસોની ઉપલબ્ધતા તેમની કાર્યદક્ષતામાં વધારો કરશે.












Click it and Unblock the Notifications
