ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આરોગ્યમંત્રીએ દર્દીઓના સ્વજનોને ભોજન પીરસ્યુ
ગાંધીનગર : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે દર્દીઓના પરિવારજનોને ખુદ ભોજન પીરસ્યુ હતું. અહીં ઋષિકેશ પટેલની રાજ્યના દર્દીઓ , તેમના સ્વજનો, અંગદાતા પરિવારજનો અને બાળકો માટેની સંવેદના જોવા મળી હતી. આરોગ્ય મંત્રીશ્રીએ જાતે દર્દીઓના સ્વજનોને ભોજન પીરસીને સેવાનો આનંદ માણ્યો હતો.

કોરોનાની મોકડ્રીલ સંદર્ભે આરોગ્ય મંત્રી કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલની મુલાકાત લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે હોસ્પિટલમાં નિર્માણાધીન વિવિધ વિકાસ કાર્યોનું પણ સ્થળ નિરીક્ષણ કર્યું હતુ. આ સ્થળ નિરીક્ષણ વખતે દર્દીઓ અને તેમના સ્વજનોના હિતાર્થે કાર્યરત બનેલ આહાર કેન્દ્રની મુલાકાત લીધી હતી.
આહાર કેન્દ્રની મુલાકાત વેળાએ તેઓએ ભોજનનો આસ્વાદ માણી રહેલા દર્દીઓના પરિજનો અને હોસ્પિટલ સ્ટાફ સાથે સંવાદ પણ સાધ્યો હતો. આ સંવાદ બાદ આરોગ્યમંત્રીશ્રીએ દર્દીઓના સ્વજનોને ખુદ આહાર કેન્દ્રમાં ભોજન પીરસીને માનવ સેવા એજ પ્રભુ સેવાનું ઉત્તમ ઉદાહરણ પણ પૂરૂ પાડ્યું હતુ.












Click it and Unblock the Notifications
