હેડ કલાર્ક પેપર લીક: પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કર્યા, 9 દિવસના રિમાન્ડ મંજુર
ગૌણ સેવા પસંદગી મંડળનું હેડ કલાર્કનું પેપર લીક કરનારા આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. આઠ આરોપીઓને સાબરકાંઠા પોલીસે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં પોલીસે કોર્ટ સમક્ષ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માં
ગૌણ સેવા પસંદગી મંડળનું હેડ કલાર્કનું પેપર લીક કરનારા આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. આઠ આરોપીઓને સાબરકાંઠા પોલીસે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં પોલીસે કોર્ટ સમક્ષ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી પરંતુ કોર્ટે તમામ આરોપીઓના 27 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવાના આરોપમાં સાબરકાંઠા જિલ્લા પોલીસે 11 લોકો સામે ફરિયાદ દાખલ કરી હતી, જે પૈકી શુક્રવારે 6 આરોપીની અટકાયત કરાઈ હતી. ત્યારે હવે વધુ બે આરોપીની ધરપકડ કરી 23 લાખ જેટલી રકમ પોલીસે જપ્ત કરી છે. આ અંગે સાબરકાંઠા જિલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું કે પેપર લીક કૌભાંડ અંતર્ગત કોઈપણ આરોપીને છોડવામાં નહીં આવે તેમજ તમામ આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટેના પ્રયાસો હાથ ધરાયા છે. હાલમાં 11 આરોપી પૈકી 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો સ્વીકાર તંત્રએ કર્યો.. ગૌણ સેવા પસંદહી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ પેપર લીકની તપાસ મામલે સાબરકાંઠા પોલીસને ઈ-મેઈલ કર્યો છે. અને પેપર લીક મુદ્દે તુરંત તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે. જેથી સાબરકાંઠા પોલીસ વડાએ એલસીબીને તપાસ સોંપી છે.
હર્ષ સંઘવીએ કરી હતી પ્રેસ કોન્ફરન્સ
હેડ ક્લાર્ક પેપર લીક કાંડ મામલે ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવીના નિવેદન પર સૌ કોઇ મીટ માંડીને બેઠા હતાં. ત્યારે આ મામલે હર્ષ સંઘવીએ મહત્વની પ્રેસ કોન્ફરન્સ કરતા જણાવ્યું કે, 'પહેલાં જ દિવસથી તમામ પાસા અંગે તપાસ શરૂ કરી દેવાઇ છે. આ મામલે તપાસને લઇ પોલીસની 24 ટીમ બનાવાઇ છે. પેપર લીક કાંડમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સરકાર દ્વારા ગુનો પણ દાખલ કરાયો છે. મુખ્ય આરોપી દ્વારા પેપર લીક કરી અલગ-અલગ જગ્યાએ પેપર સોલ કરાવવામાં આવ્યું હતું. આ મામલે પ્રાથમિક તપાસમાં 10 લોકોનાં નામ પણ સામે આવ્યાં છે. FIR માં 10 લોકો આરોપી તરીકે નોંધાયેલા છે. આ કેસમાં અમે હજુ વધુ કલમો ઉમેરવા જઇ રહ્યાં છીએ. આ મામલે મુખ્ય શંકાસ્પદ આરોપીએ પેપર લીક કર્યું છે. આ મામલે ક્યારેય પગલાં ભરવામાં ન આવ્યાં હોય તેવાં પગલાં ભરવામાં આવશે.'
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યુ કે, 'પેપર કેટલાં લોકો સુધી પહોંચ્યું અને કેટલાંક લોકો આમાં સંડોવાયેલા છે તેની તપાસ કરવામાં આવી છે. પેપર લીકમાં કેટલાક શખ્સોની એક ફાર્મ હાઉસમાં ઉમેદવારો સાથે મુલાકાત થાય છે અને હોટલમાં જમવા લઈ જવામાં આવે છે. જે બાદ હોટલથી કેટલાંક લોકોને ફાર્મ હાઉસમાં લઈ જવામાં આવ્યાં હતાં. એક જિલ્લામાં ત્રણ ગ્રુપમાં પેપર સોલ કરાવવામાં આવ્યું છે અને પેપર લાવનારની માહિતી મેળવવામાં આવી છે.'
આ કેસમાં હજી વધુ કલમો ઉમેરાશે: હર્ષ સંઘવી
આ સિવાય જણાવ્યું કે, 'સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગૃહ વિભાગ દ્વારા સઘન તપાસ થાય તેની તકેદારી રાખવામાં આવી છે. પેપર લીક કાંડમાં ગાંધીનગર પોલીસની મદદ લેવામાં આવી છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સરકાર દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મુખ્ય આરોપી દ્વારા પેપર લીક કરી અલગ-અલગ જગ્યાએ પેપર સોલ કરાવવામાં આવ્યું હતું. પેપર લીકમાં ક્યારેય પગલાં ભરવામાં નથી આવ્યા તેવા પગલા ભરવામાં આવશે. આ કેસમાં હજી વધુ કલમો ઉમેરાશે. 88 હજાર લોકોએ પરીક્ષા આપી છે અને ગૃહ વિભાગ ગૌણ સેવા સાથે પહેલાં દિવસથી જ સંપર્કમાં છે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
