હજીરા સ્ટીલ પ્લાન્ટ 2029 સુધીમાં 24 મિલિયન ટનની ક્ષમતા ધરાવશે: લક્ષ્મી મિત્તલ
VGGS 2024: કંપનીના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલ દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલનો હજીરા પ્લાન્ટ 2029 સુધીમાં 24 મિલિયન ટનની ક્ષમતા સાથે વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક ફેક્ટરીઓમાંની એક હશે.
આ કાર્યક્રમને સંબોધતા લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, ગુજરાતએ ચાર વર્ષ પહેલાં આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલનું સ્વાગત કર્યું હતું અને 2021માં વડાપ્રધાન અને મુખ્યપ્રધાને અમારા હજીરા વિસ્તરણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું હતું. મને એ કહેતા ગર્વ થાય છે કે, આ વિસ્તરણ પ્રોજેક્ટ ખૂબ જ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે અને 2026 સુધીમાં તબક્કો 1 શરૂ થવાનો છે.

લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, આજે વાઇબ્રન્ટ ગુજરાત 2024ના અવસર પર, અમે આ પ્રોજેક્ટના બીજા તબક્કા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે, અને જ્યારે આ પ્રોજેક્ટ 2029માં પૂર્ણ થશે, ત્યારે આ હજીરા સાઇટ વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન ઇન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ્સમાંની એક બની જશે.
લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, વાર્ષિક 24 મિલિયન ટનની ક્ષમતા. અમે માનીએ છીએ કે ગુજરાત સરકારના સહયોગથી અમે પાંચ વર્ષમાં આ પ્રોજેક્ટને અમલમાં મુકી શકીશું.
"मैं ये कहना चाहता हूँ कि देश के लिए अगले 20 साल बहुत महत्त्वपूर्ण हैं और मैं आप सब लोगों को विश्वास दिलाना चाहता हूँ कि आत्मनिर्भर और विकसित भारत 2047 के विजन को पूरा करने के लिए हम रेडी हैं।"
— Gujarat Information (@InfoGujarat) January 10, 2024
Shri Laxmi Mittal
(Executive Chairman, Arcelor Mittal)#VibrantGujaratGlobalSummit pic.twitter.com/jKgkGwC2wC
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
