અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતી યાત્રીઓ ફસાયા, 1નું મોત થયાના અહેવાલ
અમરનાથ યાત્રા દરમિયાન ભારે વરસાદને કારણે યાત્રા સતત ત્રણ દિવસથી રોકવાની ફરજ પડી રહી છે. આજે પણ ભારે વરસાદને કારણે યાત્રીઓને આગળ રોકી દેવાયા છે. તમામ ઘટનાક્રમમાં કેટલાક ગુજરાતથી ગયેલા યાત્રાળુ ફસાયા હોવાના અહેવાલ છે અને એક ગુજરાતીનું મોત પણ થયુ છે.
ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અને મોટા નેતા શક્તિ સિંહ ગોહીલે ટ્વિટ કરીને જણાવ્યુ કે, અમરનાથ યાત્રા પંચતરણી બેઝ કેમ્પમાં અને આજુબાજુમાં ૪ દિવસ કરતા પણ વધારે સમયથી ગુજરાતના ઘણા યાત્રીઓ ફસાયા છે. નીચે જવા માટે કોઈ સુવિધા નથી અને ત્યાં અગવડ અને ખૂબ કપરી હાલતમાં યાત્રાળુ છે. કેટલાક યાત્રાળુ બીમાર પણ છે.

શક્તિસિંહ ગોહીલે ટ્વિટમાં પીએમઓ અને ગુજરાત સીએમઓને ટેગ કરીને મદદ માટે અપીલ કરી હતી. જણાવી દઈએ કે, બાબા બર્ફાનીના દર્શને પહોંચેલા ભક્તો સતત ત્રીજા દિવસે રસ્તામાં રોકવાની ફરજ પડી છે. ભારે વરસાદને કારણે યાત્રાળુઓને આગળ વધતા અટકાવાયા છે.
ભારતે વરસાદને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે પર પંથયાલ ટનલ પાસે રોડનો એક ભાગ ધસવાને કારણે હાઈવે બ્લોક થયો છે અને વાહનવ્યવહારમાં મુશ્કેલી પડી રહી છે. હાલ જમ્મુના ભગવતનગર યાત્રી નિવાસથી યાત્રીઓને આગળ વધવાની મંજૂરી નથી અપાઈ રહી.
અમરનાથ યાત્રા પંચતરણી Base કેમ્પમાં તથા આજુબાજુમાં ૪ દિવસ કરતા પણ વધારે સમયથી ગુજરાતના અનેક યાત્રીઓ ફસાયા છે. નીચે જવા માટે કોઈ સુવિધા નથી અને ત્યાં બહુ અગવડ અને ખૂબ કપરી હાલતમાં યાત્રાળુ છે. કેટલાક યાત્રાળુ બીમાર પણ છે . તો આ યાત્રીઓને નીચે લઈ જવા માટે તાત્કાલિક રેસ્ક્યું કરવા… pic.twitter.com/LQEScYqpZf
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) July 9, 2023
બીજી તરફ યાત્રાળુઓ માટે માઠા સમાચાર એ છે કે, રવિવારે જમ્મુ અને કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જમ્મુ વિભાગમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
