Gujarat Unseasonal Rain: ઉ. ગુજરાતમાં કમોસમી વરસાદ, અમદાવાદ-ગાંધીનગરમાં ધૂમ્મસ, હાડ ધ્રૂજાવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ છવાયેલો છે. ઘણી જગ્યાએ માવઠુ પડ્યુ છે. અમુક સ્થળોએ ગાઢ ધૂમ્મસની ચાદર છવાયેલી રહી. આવો જાણીએ રાજ્યની હવામાન અપડેટ
Gujarat Unseasonal Rain: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ છવાયુ છે. ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ઘણુ નુકશાન થયુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. વરસાદના કારણે ધૂમ્મસ પણ છવાયેલુ રહ્યુ. હવામાન વિભાગે ફરી એક વાર રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે.

અમદાવાદમાં છવાયુ ગાઢ ધૂમ્મસ
વરસાદ પછી બદલાયેલા વાતાવરણ બાદ અમદાવાદ અને ગાંધીનદગરમાં આજે સવારે ઝીરો વિઝીબિલીટી હતી. ગાઢ ધૂમ્મસ છવાયેલુ હતુ. લોકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી હતી. અમદાવાદથી ઉડાન ભરનારી અનેક ફ્લાઈટો લેટ પડી હતી. ગો ફર્સ્ટની અમદાવાદ-કોલકત્તા ફ્લાઈટ, એર અરેબિયા સહિતની ઘણી ફ્લાઈટો ડાયવર્ટ કરવામાં આવી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં તાપમાન હજુ 2થી 3 ડિગ્રી ગગડશે.

માવઠાના કારણે ખેડૂતોમાં ચિંતા
બનાસકાંઠામાં વરસાદ સાથે વીજળી પડતા 21 પશુઓના મોત નીપજ્યા છે. જેમાં પાલનપુરમાં 11, ડીસા, દિયોદર અને વાવમાં બે-બે પશુના મોત થયા છે. કાંકરેજ અને લાખણીમાં પણ એક-એક પશુનુ મોત થયુ છે. સાબરકાંઠામાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. થેરાસણા, વડગામડા, થુરાવાસ, કેશરગંજ અને મેઘમાં વરસાદી માહોલ છવાયો હતો. વળી, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા અને વિજયનગરમાં અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. માવઠાના લીધો ખેડૂતોને શિયાળુ પાકમાં નુકશાન થવાનો ડર સતાવી રહ્યો છે.

ઘણી જગ્યાએ કરા સાથે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના 29 તાલુકાઓમાં કમોસમી વરસાદ થયો છે. અમુક સ્થળોએ કમોસમી વરસાદ અને અમુક જગ્યાએ કરા પડ્યા છે. સૌથી વધુ વરસાદ વડગામ પંથમાં 1 ઈંચ પડ્યો છે. અંબાજીમાં કાલે મોડી સાંજે કરા સાથે વરસાદ વરસ્યો હતો. સિદ્ધપુરમાં 18 મિમી, દાંતામાં 16 મિમી, અમીરગઢમાં 15 મિમી, કાંકરેજમાં 13 મિમી વરસાદ નોંધાયો હતો.












Click it and Unblock the Notifications
