Gujarat Weather: ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના, ખેડૂતો ચિંતામાં, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આવતા પાંચ દિવસ દરમિયાન રાજ્યના અમદાવાદ, ગાંધીનગર સહિત અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં 24થી 28 નવેમ્બર સુધી વરસાદની સંભાવના છે. 25 અને 26 નવેમ્બરના રોજ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે.

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ કરેલી આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા છે.અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરુચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તેમજ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના છે. 25 નવેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના દાહોદ અને પંચમહાલ જિલ્લાઓ, સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ તેમજ દક્ષિણ ગુજરાત અને દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
26 નવેમ્બરના રોજ અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, સુરત અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. વળી, 27 નવેમ્બરના રોજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, વલસાડ અને ડાંગમાં કમોસમી વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતના અનેક વિસ્તારોમાં 22 નવેમ્બરથી ડિસેમ્બરની શરુઆત સુધી સામાન્યથી હળવા વરસાદની આગાહી કરી છે.
તમને જણાવી દઈએ કે હાલમાં ખેડૂતો શિયાળુ પાકનુ વાવેતર કરી રહ્યા છે. વરસાદના કારણે વાવેલા પાકને નુકશાન થઈ શકે છે. ખેડૂતો જીરુ, ઘઉં, ડુંગળી, મરચા, ચણા, મકાઈ, જુવાર વગેરે પાકનુ વાવેતર કર્યુ છે.માવઠાની આગાહીએ ખેડૂતોમાં ચિંતામાં પડી ગયા છે.












Click it and Unblock the Notifications
