Gujarat Weather: અમદાવાદ સહિત રાજ્યના ઘણા ભાગોમાં આજે પડશે છૂટોછવાયા ઝાપટા, હવે શરુ થશે વરસાદનો નવો રાઉન્ડ

Gujarat Weather: હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં ઘણા સ્થળોએ વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે.

rain

આઈએમડી મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, દાહોદ, ડાંગ, વલસાડમાં વરસાદ થઈ શકે છે. વળી, સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદરમાં વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે. કચ્છમાં આગામી 7 દિવસ વરસાદની કોઈ સંભાવના નથી.

અમરેલી, ગીર સોમનાથ, દ્વારકા, અમદાવાદ, ગાંધીનગર, દાહોદ, મહીસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, મોડાસા, પાટણમાં પણ વરસાદની સંભાવના છે તેમ હવામાન વિભાગની આગાહીમાં જણાવવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં હાલમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી. જેના પરિણામે ભારે વરસાદની સંભાવના નથી.

જો કે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બે દિવસ બાદ ગુજરાતમાં ભારે વરસાદી માહોલ સર્જાશે. 20 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. તેમણે જણાવ્યુ કે બંગાળની ખાડીથી સિસ્ટમ સક્રિય થતા પૂર્વીય મધ્ય પ્રદેશ તરફ આવતા વરસાદી માહોલ સર્જાયો છે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ કે 20 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ શરુ થયા બાદ સાબરકાંઠા, મહેસાણા અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X