Gujarat Weather: અમદાવાદ સહિત ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે ભારે વરસાદની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં હવે ચોમાસુ સક્રિય થઈ ગયુ છે. આઈએમડીએ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. વળી, 41-61 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે.

rain

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે. જેમાં જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી છે.

આઈએમડી દ્વારા ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. વળી, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે વરસાદ થઈ શકે છે. સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી હોવાના કારણે દરિયાકાંઠે 35થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે અને ભારે વરસાદ થઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

નોંધનીય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 84 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં સૌથી વધુ મોરબી જિલ્લાના ટંકારામાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.ગીર સોમનાથના કોડીનારમાં ત્રણ ઈંચથી વધુ, રાજકોટના ગોંડલમાં 3 ઈંચ, જેતપુરમાં 2 ઈંચ, જૂનાગઢમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. વળી, ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના દાંતા તાલુકામાં અઢી ઈંચ વરસાદ થયો હતો.

અમરેલી જિલ્લામાં એનડીઆરએફની વધુ એક ટીમ મોકલાઈ છે. આઠ જિલ્લાઓમાં એનડીઆરએફની ટીમો સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. વલસાડમાં 1, નર્મદામાં 1, ભાવનગરમાં 1, રાજકોટમાં 1, અમરેલીમાં 1, દ્વારકામાં 1, ગીર સોમનાથમાં 1 અને કચ્છમાં 1 ટીમ સ્ટેન્ડ ટુ પર છે.

આજે બનાસકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીરસોમનાથ અને દ્વારકામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે દેશભરમાં હાલમાં ચોમાસુ જામ્યુ છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશથી લઈને ગુજરાત સુધી ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યુ છે. ઉત્તરાખંડમાં અતિ ભારે વરસાદનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણામાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, ગોવામાં મધ્યમ તેમજ આંધ્ર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુમાં આગામી 5 દિવસમાં વરસાદ આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X