Gujarat Weather: ગુજરાતને કાળઝાળ ગરમીથી મળશે રાહત, ગાજવીજ-આંધી સાથે પડશે વરસાદ, માછીમારોને સૂચના
Gujarat Weather: ગુજરાતમાં આગ ઝરતી ગરમીના પ્રકોપ દરમિયાન આંશિક રાહત મળવાના સમાચાર છે. આગામી દિવસોમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને ચોમાસુ વહેલુ દસ્તક દેશે તેવા સંકેત હવામાન વિભાગે આપ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ મંગળવારે ગુજરાતમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 45.2 ડિગ્રી નોંધાયુ હતુ. આ ઉપરાંત, ભાવગનરમાં 44.4 ડિગ્રી, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં પારો 40 ડિગ્રી આસપાસ હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 42 ડિગ્રી, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર સહિતનના જિલ્લાઓમાં 41 ડિગ્રી તેમજ રાજકોટ, કચ્છ, આણંદ સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 3 દિવસમાં ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. આજે કચ્છ-સૌરાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશો દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં 25-30 કિમીની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
ભારતીય હવામાન વિભાગે ચોમાસાને લઈને મોટી જાહેરાત કરતા કહ્યુ છે કે 31 મેના રોજ કેરળના દરિયાકાંઠે ચોમાસુ દસ્તક દેશે. ત્યારબાદ આગળ વધી 8થી 10 જૂન સુધી મહારાષ્ટ્ર અને 12થી 15 જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે દેશમાં 106 ટકા વરસાદની સંભાવના છે. ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થવાની આગાહી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 31 મેથી 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. આહવા, ડાંગ, સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે. વળી, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોમાં પણ વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 4 જૂન સુધીમાં પ્રી-મોનસુન એક્ટિવિટી થશે અને ત્યારબાદ 7થી 14 જૂને ચોમાસાનો વરસાદ થશે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
