Gujarat Weather: ગુજરાતમાં ઠંડી-ગરમીની મિશ્ર ઋતુ, આ જગ્યાએ કમોસમી વરસાદની સંભાવના
Gujarat Weather: ગુજરાતમાં હાલમાં ઠંડી અને ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પાંચ ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી વચ્ચે ફરીથી ઠંડીનુ જોર વધશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે તાપમાનનો પારો ફરીથી ગગડશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પવનની દિશા ફરીથી બદલાતા 5 અને 6 ફેબ્રુઆરી દરમિયાન તાપમાન ઘટી શકે છે. અમુક જગ્યાએ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતા પણ નીચુ જઈ શકે છે.

અમદાવાદમાં લઘુત્તમ તાપમાન સરેરાશ કરતાં પાંચ ડિગ્રી વધ્યુ છે. આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી સુધી ગગડી શકે છે. જેના પરિણામે ઠંડીમાં સામાન્ય વધારો થવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતમાં સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, કચ્છમાં છૂટાછવાયા સામાન્ય ઝાપટાં થવાની સંભાવનાઓ છે.
તાપમાનની વાત કરીએ તો નલિયામાં 14 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી, વડોદરામાં 17 ડિગ્રી, અમદાવાદમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ છે. જ્યારે સુરત અને રાજકોટમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધવામાં આવ્યુ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 5 અને 6 ફેબ્રુઆરી સુધીમાં કચ્છમાં માવઠાનુ પૂરી સંભાવના છે. વળી, ફેબ્રુઆરીમાં ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટાની સંભાવના છે. પવનનુ જોર વધતા ઠંડી વધશે. 7થી 9 ફેબ્રુઆરી વચ્ચે કાતિલ ઠંડી પડશે. ઉત્તર ગુજરાત, કચ્છના અમુક ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડશે.












Click it and Unblock the Notifications
