Gujarat Weather: ગુજરાતમાં વાતાવરણ પલટાયુ, ઠંડીનો ચમકારો, વાદળા-ધૂમ્મસ, વરસાદની સંભાવના, ખેડૂતો ચિંતામાં

Gujarat Weather: રાજ્યમાં ફરીથી વાતાવરણ પલટાયુ છે. વાદળા અને ધૂમ્મસ સાથે ઠંડીએ ફરીથી ચમકારો શરુ કરી દીધો છે. ઉત્તર ભારતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમમાં માવઠા અને કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહી શકે છે. અમદાવાદ, વડોદરા, જામનગર જેવા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

cold-fog

રાજ્યમાં વહેલી સવારે વાદળા અને ધૂમ્મસ સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. રાતે અને પરોઢિયે ઠંડી તેમજ બપોરના સમયે ગરમીની બેવડી ઋતુથી જનજીવન પ્રભાવિત થયુ છે. આ દરમિયાન કમોસમી વરસાદની ભીતિએ ખેડૂતોની ચિંતામાં વધારો કરી દીધો છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ ગુજરાતમાં આગામી 24 કલાક બાદ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહિ થાય પરંતુ તે પછી પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટી શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 25તી 35 કિમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. ઉત્તર દિશામાંથી પવન ફૂંકાવાના કારણે તાપમાનમાં ઘટાડો થશે. ત્યારબાદ પૂર્વ દિશામાંથી પવન આવ્યા બાદ તાપમાન ફરી ઉંચકાશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ગુજરાતમાં આજથી ઠંડીના નવા રાઉન્ડની શરુઆત થશે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં ઠંડી અનુભવાશે. બનાસકાંઠા-મહેસાણામાં અસર વધુ રહેશે. ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી થવાની સંભાવના છે.

તાપમાનની વાત કરીએ તો આજે અમદાવાદ, વડોદરા, અમરેલી, જામનગર, નર્મદા, સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભરુચ, ભાવનગરમાં 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વળી, અમદાવાદ, ગાંધીનગર, દેવભૂમિ દ્વારકા, સુરત, વડોદરામાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X