Gujarat: ભરઉનાળે અષાઢી માહોલ, સૌરાષ્ટ્ર-કચ્છમાં કમોસમી વરસાદ, ખેડૂતોના હાલ બેહાલ
Unseasonal Rain in Gujarat: ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાનમાં આવેલા ઓચિંતા પલટાએ હાહાકાર મચાવ્યો છે. સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ઉનાળામાં ચોમાસાની યાદ અપાવી દીધી છે. જામનગર, દ્વારકા, રાજકોટ અને કચ્છમાં ભારે પવન અને ગાજવીજ સાથે ખાબકેલા વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે, જ્યારે શિવરાજપુર બીચ પર કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

શિવરાજપુર બીચ પર મિની વાવાઝોડું: સહેલાણીઓમાં નાસભાગ
દ્વારકાના જગપ્રખ્યાત શિવરાજપુર બીચ પર કુદરતી આફત ત્રાટકી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. અચાનક ફૂંકાયેલા અતિભારે પવન અને મિની વાવાઝોડા જેવી સ્થિતિને કારણે બીચ પર ફરવા આવેલા પ્રવાસીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પવનની ગતિ એટલી તેજ હતી કે બીચ પર પ્રવાસી સુવિધાઓને મોટું નુકસાન પહોંચ્યું છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો અને વીજળીના કડાકા સાથે થયેલા વરસાદે ઉનાળામાં ભયાનક માહોલ સર્જ્યો હતો.
જામનગર-ખંભાળિયા હાઈવે પર વિઝિબિલિટી ઘટી
જામનગર ગ્રામ્ય પંથક અને ખંભાળિયા હાઈવે પર પણ મેઘરાજાની તોફાની એન્ટ્રી થઈ છે. ભારે પવન સાથે ખાબકેલા વરસાદને કારણે હાઈવે પર વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદ એટલો જોરદાર હતો કે વિઝિબિલિટી ઓછી થઈ જતાં વાહનો થંભી ગયા હતા. જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યાના અહેવાલ છે.
રાજકોટમાં કરા અને કચ્છમાં ધૂળની ડમરીઓ
માત્ર જામનગર જ નહીં, રાજકોટમાં પણ કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. બીજી તરફ કચ્છમાં અંદાજે 50 કિમીની ઝડપે ફૂંકાયેલા પવને ધૂળની ડમરીઓ ઉડાડી જનજીવન પ્રભાવિત કર્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ઉનાળાની ગરમી વચ્ચે ઠંડક તો પ્રસરી છે, પરંતુ આ 'માવઠું' આફત બનીને આવ્યું છે.
ખેડૂતોનો મોંમાં આવેલો કોળિયો છીનવાશે?
હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસેલા આ કમોસમી વરસાદે જગતના તાતની ચિંતામાં મોટો વધારો કર્યો છે. હાલ ખેતરોમાં ઉનાળુ પાક તૈયાર છે. આ પાકોને વરસાદ અને તેજ પવનથી વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોને ડર છે કે મોંમાં આવેલો કોળિયો કુદરત છીનવી લેશે. વારંવાર બદલાતા હવામાનને કારણે ખેતીના ગણિતો ઊંધા પડ્યા છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
