Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતમાં અમદાવાદના ટીનએજર્સ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં સૌથી આગળ

અમદાવાદ, 4 સપ્ટેમ્બર : દેશભરના શહેરોમાં નવી પેઢી અંગે કરવામાં આવેલા ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)ના સર્વેક્ષણમાં અમદાવાદના શાળાએ જતા ટીનએજર્સ 'હાઇપર કનેક્ટેડ' હોવાનું બહાર આવ્યું છે. આ ટીનએજર્સ સોશિયલ મીડિયા અને નેટવર્કિંગ સાઇટ્સ પર સતત જોડાયેલા રહીને તેમના મિત્રો અને સંબંધિઓ સાથે સતત સંપર્કમાં રહે છે.

મહત્વની બાબત એ છે કે તમામ નેટવર્કિંગ સાઇટ્સમાં અમદાવાદના ટીનએજર્સ ફેસબુકનો સૌથી વધારે ઉપયોગ કરે છે. અમદાવાદના 12થી 18 વર્ષના ટીનએજર્સમાં 1100 જેટલા ઉત્તરદાતાઓ પૈકી 94 ટકા પાસે ફેસબુક એકાઉન્ટ છે.

ટીનએજર્સના ફેસબુક એકાઉન્ટ્સ હોવાની નેશનલ એવરેજ 85.97 ટકા છે. મહત્વની બાબત એ છે કે અમદાવાદના ટીનએજર્સે ફેસબુકના ઉપયોગમાં દિલ્હી અને મુંબઇ જેવા મેટ્રો શહેરોના ટીનએજર્સને પણ પાછળ છોડી દીધા છે. આ મેટ્રો સિટીની એવરેજ 85.14 ટકા છે.

અમદાવાદના ટીનએજર્સ અન્ય સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં કેવું પરફોર્મ કરે છે તે આવો જાણીએ...

કેટલા શહેરોમાં કરાયો સર્વે?

કેટલા શહેરોમાં કરાયો સર્વે?


ટીસીએસ દ્વારા ભારતના 14 શહેરોમાં જનરેશન વાય પર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદ, બેંગલોર, ભુવનેશ્નર, ચેન્નાઇ, કોઇમ્બતુર, દિલ્હી, હૈદરાબાદ, ઇન્દોર, કોચી, કોલકત્તા, લખનૌ, મુંબઇ, નાગપુર અને પુનાનો સમાવેશ થાય છે. આ સર્વેમાં હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા કુલ 18,196 ટીનએજર્સનો સર્વે કરવામાં આવ્યો હતો.

અન્ય નેટવર્કિંગ સાઇટ્સનો પણ ઉપયોગ

અન્ય નેટવર્કિંગ સાઇટ્સનો પણ ઉપયોગ


અમદાવાદના ટીનએજર્સ ગુગલ પ્લસ અને લિંક્ડઇન જેવી નેટવર્સિંગ સાઇટ્સનો ઉપયોગ કરવામાં પણ નંબર વન છે.

સોશિયલ રહેવા માટે ગેજેટ્સનો ઉપયોગ

સોશિયલ રહેવા માટે ગેજેટ્સનો ઉપયોગ


અમદાવાદના ટીનએજર્સ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની સાથે ગેજેટ્સનો ઉપયોગ કરવામાં પણ નંબર વન છે. ટીનએજર્સ સોશિયલી એક્ટિવ રહેવા માટે મોબાઇલ જેવા ગેજેટ્સનો ઉપયોગ કરે છે. અમદાવાદના કુલ ઉત્તરદાતાઓમાંથી 95.12 ટકા પાસે મોબાઇલ છે. રાષ્ટ્રીય સ્તરે આ એવરેજ 86.68 ટકા છે. મેટ્રો શહેરોમાં આ એવરેજ 82.43 ટકા છે.

હોમ કોમ્પ્યુટર્સનો પણ ઉપયોગ

હોમ કોમ્પ્યુટર્સનો પણ ઉપયોગ


અમદાવાદના 75.94 ટકા ઉત્તરદાતાઓનું કહેવું છે કે તેઓ સોશિયલ સાઇટ્સ પર અપડેટ કરવા માટે હોમ કોમ્પ્યુટરનો પણ ઉપયોગ કરે છે. મેટ્રો શહેરોમાં આ એવરેજ 61.28 ટકા છે. જ્યારે મિનિ મેટ્રો શહેરોમાં આ એવરેજ 71.62 ટકા છે.

ફોટો અને વીડિયો પોસ્ટિંગ પસંદ

ફોટો અને વીડિયો પોસ્ટિંગ પસંદ


અમદાવાદના ટીનએજર્સમાં 26.18 ટકાનું કહેવું છે કે તેઓ દરરોજ પોતાના ફેસબુક એકાઉન્ટ પર ફોટો અને વીડિયો અપલોડ કરે છે. આ બાબતમાં નેશનલ એવરેજ 21.94 ટકા છે. અને મેટ્રો એવરેજ 21.44 ટકા છે.

ફ્રેન્ડ્સ બનાવવામાં આગળ

ફ્રેન્ડ્સ બનાવવામાં આગળ


અમદાવાદના ટીનએજર્સ ફેસબુક પર ફ્રેન્ડ બનાવવામાં પણ આગળ છે. 73.09 ટકા ટીનએજર્સના 120 કરતા વધારે ફેસબુક ફ્રેન્ડ્સ છે. નેશનલ એવરેજ 53.09 ટકા છે. મેટ્રો એવરેજ 46.96 ટકા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X