Gujarat Rain: ગુજરાતમાં સિઝનનો કુલ 110% વરસાદ નોંધાયો, સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રમાં 95.18%
Gujarat News: આજે ગુજરાતમાં અમરેલીના રાજુલા અને જાફરાબાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત આણંદના પેટલાદમાં પણ વરસાદ ખાબકવાથી રોડ રસ્તા અને ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતાં. નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.

Gujarat Rain: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત અને ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છ, ઉત્તર ગુજરાત સિવાયના જિલ્લાઓ વરસાદની આગાહી કરવામાં આવી છે.નવરાત્રિમાં વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં આજે આ વિસ્તારમાં વરસાદ નોંધાયો
આજે રાજ્યમાં અમરેલીના રાજુલા અને જાફરાબાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત આણંદના પેટલાદમાં પણ વરસાદ ખાબકવાથી રોડ રસ્તા અને ગરબાના ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતાં. નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. જ્યારે વડોદરાના શિનોરમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. અવાખલના રસ્તાઓ પર પાણી વહેતા થયા હતાં. આ ઉપરાંત સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. મજૂરા, અલથાણા, પાંડેસરા, ભીમરાડ, ખજોદ અને આભવા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ છે
Gujarat Weather: હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ આગાહી કરતાં કહ્યું હતું કે, આગામી 48 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ છે. સુરત, ભરૂચ, નવસારીમાં ભારે વરસાદની શક્યતાઓ છે. નવરાત્રિના પ્રથમ દિવસે નવસારીમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત સુરત અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કેટલાક વિસ્તારોમા હળવો વરસાદ થઈ શકે છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આજની તારીખ સુધીમાં 110.27% વરસાદ નોંધાયો છે. રાજ્યમા કચ્છમાં 135.95, ઉત્તર ગુજરાતમાં 119.27, મધ્ય પૂર્વ ગુજરાતમાં 112.97, સૌરાષ્ટ્રમાં 95.18 અને દક્ષિણ ગુજરાતમાં 114.77% વરસાદ વરસ્યો છે.
Navratri 2025 Rain Forecast: સોમવારથી નવરાત્રિના પ્રથમ નોરતા સાથે જ નવરાત્રિની શરૂઆત થઈ રહી છે. અને આ નવરાત્રિ પહેલા હાલ દરરોજ વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેલ્યાઓ વરસાદને લઈને ચિંતિત થઈ ઉઠ્યા છે. તેમની આ ચિંતામાં વધારો કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.
આગાહી મુજબ બંગાળની ખાડી પર એક નવી સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી અઠવાડિયે વરસાદનો એક રાઉન્ડ આવી શકે તેમ છે. આ વરસાદ 1 ઓક્ટોબર સુધી રહે તેવી પુરેપુરી શકયતાઓ છે. રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શકયતા છે. આમ નવરાત્રિની શરૂઆતમાં જ વરસાદની આગાહીથી નોરતાના નવ દિવસોમાં વિઘ્ન આવી શકે તેમ છે.












Click it and Unblock the Notifications
