Gujarat Rain Update: સરદાર સરોવરમાં 52 ટકાથી વધુ ભરાયો, રાજ્યના આ ડેમ એલર્ટ પર

Gujarat Rain Update: રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં 52 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.

સરદાર સરોવરમાં હાલમાં 169240 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 52.66 ટકા જેટલો જળસંગ્રહ જ્યારે રાજ્યના કુલ 206 જળાશયોમાં 181947 એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના 32.48 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે 8 કલાકના અહેવાલ મુજબ સૌરાષ્ટ્ર વિસ્તારમાં વધુ વરસાદ થતા જામનગર જિલ્લાનો વઘાડિયા ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ અપાયું છે.

આ સિવાય રાજ્યના પાંચ જળાશયો 80 ટકાથી 90 ટકા છલકાતા એલર્ટ પર છે, જેમાં જૂનાગઢના ઓઝત-2, કચ્છના કાલાગોગા, મોરબીના ઘોડાધરોઈ, રાજકોટના ભાદર-2 અને સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમને એલર્ટ અપાયું છે.

Gujarat Rain Update

રાજ્યના કુલ પાંચ જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા વોર્નીંગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર-૧, અને ફુલઝર(કેબી), જૂનાગઢના બાંટવા-ખારો, પોરબંદરના સરન તથા રાજકોટના આજી-૨ ડેમનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાંથી 35.31 ટકા, મધ્ય ગુજરાતના 17માંથી 41.59 ટકા, દક્ષિણ ગુજરાતના 13માંથી 32.62 ટકા, કચ્છના 20માંથી 21.57 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાંથી 23 ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે એટલે કે, વર્ષ 2023 માં આજના દિવસે ઉત્તર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 48.72 ટકા, મધ્ય ગુજરાતના 17માંથી 42.04 ટકા, દક્ષિણ ગુજરાતના 12માંથી 35.39 ટકા, કચ્છના 20માં 50.95 ટકા, જ્યારે સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 47.18 ટકાથી વધુ પાણીનો સંગ્રહ નોંધાયો હતો, તેમ જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X