Gujarat Rain : ઔરંગા નદીમાં ફસાયેલા વ્યક્તિનું NDRF દ્વારા દિલધડક રેસ્ક્યુ, જુઓ વીડિયો
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. સતત વરસાદના કારણે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે.
વરસાદ વચ્ચે વલસાડની ઔરંગા નદીનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એનડીઆરએફના જવાનો એક વ્યક્તિને રેસ્ક્યુ કરતા જોઈ શકાય છે.

સતત વરસાદને કારણે ઔરંગા નદીનું જળસ્તર ખતરાના નિશાનને વટાવી ગયું છે. છીપવાડ અને મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાતા તેને બંધ કરવાની ફરજ પડી છે.
વલસાડના ભાંગરાખુર્દ ગામ અને બંદર રોડ વિસ્તાર પાણી ભરાઈ જવાને કારણે સંપર્ક વિહોણા બન્યા છે. વલસાડના કાશ્મીર નગરમાં NDRF અને વલસાડ પ્રશાસનની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢી રહી છે. અહીં 150 પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે NDRFની ટીમ ઔરંગા નદીના જોરદાર પ્રવાહ વચ્ચે ઝાડ પર ચડી ગયેલા વ્યક્તિને કેવી રીતે બચાવી રહી છે.
#WATCH | Gujarat: NDRF team rescued a person stuck in the Auranga river in the Khanjan Palia area of Valsad
— ANI (@ANI) August 25, 2024
(Source: NDRF) pic.twitter.com/IVDdzV2vZM
પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે વૃક્ષ ગમે ત્યારે ઉખડીને શકે તેમ હતું અને વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે તેને પકડીને ફસાયો હતો. NDRFનું ધ્યાન વ્યક્તિ પર પડતા તેને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
