Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફની સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે રાજ્યના વિવિધ ભાગોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.

ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠું થવાની સંભાવના છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જેવા જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં પડી શકે છે તેમ જણાય છે.

અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં પણ મેઘમહેર થવાની શક્યતા જોતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. આ દરમિયાન પવનની ગતિ 30 થી 40 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા રાખવામાં આવી છે.

વરસાદી માહોલને કારણે આગામી ચાર દિવસ સુધી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાશે. ગરમીના પ્રકોપ વચ્ચે લોકોને થોડા સમય માટે શેકાવવામાંથી મોટી રાહત મળી શકે તેમ લાગી રહ્યું છે.

હવામાન નિષ્ણાતોના મતે 2 એપ્રિલના રોજ ફરી એકવાર નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. જેના કારણે એપ્રિલની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X