ગુજરાત : પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાએ પુત્રવધૂના પુનર્લગ્નમાં 100 કરોડનું કરિયાવર આપ્યું
પોરબંદર, 26 સપ્ટેમ્બર : આજે 26 સપ્ટેમ્બર, 2014 શુક્રવારના રોજ પોરબંદરના ભાજપના સાંસદ વિઠ્ઠલભાઇ રાદડિયાએ વિધવા પુત્રવધૂ મનીષાના પિતા બનીને ધામ ધૂમપૂર્વક તેના પુનઃલગ્ન કરાવ્યા છે. વિધવા પુત્રવધૂના પુનઃલગ્ન કરાવીને તેમણે આજે પણ સંકુચિત અને રૂઢિવાદી સમાજ માટે ઉદાહરણીય અને પ્રેરણારૂપ ઉદાહરણ પુરું પાડ્યું છે.
વાત એટલા માટે પણ મહત્વની છે કે વિઠ્ઠલ રાદડિયાએ માત્ર લગ્ન નથી કરાવી આપ્યા. તેમણે એક પિતાને દીકરી માટે હોય તેટલા જ ઉત્સાહ અને પ્રેમથી રૂપિયા 100 કરોડનું કરિયાવર પણ આપ્યું છે.
રાદડિયાઓ પોતાના સ્વર્ગસ્થ પુત્ર કલ્પેશના ભાગે આવતી આશરે 100 કરોડની મિલ્કત પુત્રવધૂના કરિયાવરમાં આપી છે.
વિઠ્ઠલ રાદડિયાએ અન્ય શું શું કરિયાવરમાં આપ્યું છે તે જાણવા આગળ ક્લિક કરો...

સુરતમાં કરોડોનો બંગલો આપ્યો
રૂપિયા 100ની મિલકતમાં સ્વ. કલ્પેશ માટે સુરતમાં નવનિર્મિત કરોડો રૂપિયાનો બંગલો પણ પુત્રવધુને લગ્નપ્રસંગે ભેટ આપી દીધો છે.
(તસવીરમાં પુત્રવધૂ મનીષા, પુત્ર કલ્પેશ અને વિઠ્ઠલ રાદડિયા)

200 વીધા ખેતીલાયક જમીન
જેતપુર તાલુકાના જાંબુડી ગામે વિઠ્ઠલભાઈના પુત્ર સ્વ.કલ્પેશની માલિકીની 200 વીઘા ખેતીની જમીન પણ પુત્રવધુ મનીષાને લગ્ન પ્રસંગે આપી દીધી છે.

મનીષાબેન નાની વયે વિધવા બન્યા
વિઠ્ઠલભાઇ રાદડીયાના પુત્ર કલ્પેશનું અવસાન થોડા સમય પહેલા જ થયું હતું. જેના કારણે તેમના પત્ની મનીષાબેન નાની વયે વિધવા બન્યા હતા.
(તસવીરમાં મનીષા અને સ્વ. કલ્પેશના સંતાનો)

સંતાનો માતા પાસે રહશે
મનીષાને સ્વ.કલ્પેશથી 5 વર્ષનો એક પુત્ર અને 3 વર્ષની પુત્રી છે.

પુનર્લગ્ન ક્યાં કરાવ્યા?
વિઠ્ઠલ રાદડિયાએ પિતા બનીને દીકરી મનીષા માટે જામકંડોરણાના સામાન્ય પરિવારના અમૃતભાઇ ચોવટીયાના પુત્ર હાર્દિકને શોધી કાઢ્યો હતો.

લગ્ન બાદ ક્યાં રહેશે મનીષા?
આજે તેની સાથે પુનઃ લગ્ન કરાવ્યા છે. લગ્ન બાદ મનીષા અને હાર્દિક સુરતમાં નવા બંગલામાં સ્થાયી થશે.

સમાજમાં ઉદાહરણીય કામ
રાદડિયાએસંકુચિત અને રૂઢિવાદી સમાજ માટે ઉદાહરણીય અને પ્રેરણારૂપ ઉદાહરણ પુરું પાડ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
