Gujarat Police: ગુજરાત પોલીસ વિભાગમાં પડી બમ્પર ભરતી, PSIની 858 અને લોકરક્ષકની 12733 જગ્યા પર ભરતી થશે
Gujarat Police Recruitment 2025: ગુજરાત સરકારે યુવાનોની લાંબા સમયથી રાહ જોવાતી પોલીસ ભરતીને લીલી ઝંડી આપી, PSI અને લોકરક્ષક દળ (LRD)માં કુલ 13,591 જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત, 3 ડિસેમ્બરથી ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થશે.

ગુજરાત પોલીસ વિભાગમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે આ વર્ષના અંતમાં સૌથી મોટા અને સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે પોલીસ બેડાને મજબૂત કરવા અને ખાલી જગ્યાઓ ભરવા માટે PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) અને LRD (લોકરક્ષક દળ) સહિત કુલ 13,591 જગ્યાઓ પર મોટી ભરતીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ નિરજા ગોટરૂ (IPS) દ્વારા જાહેર કરાયા મુજબ, આ ભરતી પ્રક્રિયાની ઓનલાઈન અરજીઓ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે.
PSI અને LRD: જગ્યાઓ પર એક નજર
રાજ્ય પોલીસ વિભાગમાં PSIની 858 અને LRD/કોન્સ્ટેબલની 12,733 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે.
કેડર | જગ્યાઓની સંખ્યા
પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) | 858
લોકરક્ષક દળ/કોન્સ્ટેબલ (LRD) | 12,733
કુલ જગ્યાઓ | 13,591
અરજીઓ માટેની મહત્ત્વપૂર્ણ તારીખો
પોલીસ વિભાગમાં જોડાવા ઈચ્છતા લાયક ઉમેદવારોએ નીચેની તારીખોને ધ્યાનમાં રાખીને સમયસર અરજી કરી દેવી.
- અરજીની શરૂઆત: 3 ડિસેમ્બર, 2025 - બપોરે 2:00 વાગ્યાથી
- અરજી કરવાની છેલ્લી તારીખ: 23 ડિસેમ્બર, 2025 - રાત્રે 11:59 વાગ્યા સુધી
અરજી કેવી રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
- OJASની સત્તાવાર વેબસાઇટ: https://ojas.gujarat.gov.in પર જાઓ.
- તારીખ 03/12/2025 ના રોજ PSI અને LRD બંને કેડરની ભરતી અંગેની સંપૂર્ણ જાહેરાત વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. ઉમેદવારોએ તે ધ્યાનપૂર્વક વાંચવી.
- ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટઆઉટ પોતાની પાસે સાચવી રાખવી ફરજિયાત છે, જે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે રજૂ કરવાની રહેશે.
ગુજરાતના યુવાનો માટે કારકિર્દી ઘડવાની આ એક સુવર્ણ તક છે, જેથી નિયત સમયમર્યાદામાં અરજી ફોર્મ ભરવું આવશ્યક છે.
-
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી









Click it and Unblock the Notifications
