ગુજરાતની 17 જેલોમાં આખી રાત દરોડા, ઘણા ફોન જપ્ત, ગૃહમંત્રી સંઘવીએ કર્યુ લાઈવ મૉનિટરીંગ

Gujarat Jail Raid: ગુજરાતની સાબરમતી સહિત 17 જેલોમાં શુક્રવારની આખી રાત દરોડા પડ્યા. જેલોમાંથી ઘણા મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કંટ્રોલ રુમમાં દરોડાનુ લાઈવ નિરીક્ષણ કર્યુ. સાબરમતી જેલમાં જ અતીક અહેમદ પણ બંધ છે. દરોડા પાછળનો મુખ્ય હેતુ ગેરકાયદે કામોને પ્રકાશમાં લાવવાનો છે.
આ ઉપરાંત નિયમ મુજબ કેદીઓને યોગ્ય વ્યવસ્થાઓ મળી રહી છે કે તે જાણવાનો હેતુ પણ હતો. આ માહિતી ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આપી છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ સાબરમતી સહિત ગુજરાતની 17 જેલોમાં રાતોરાત 1700 પોલીસકર્મીઓએ દરોડા પાડ્યા હતા.
જેલમાંથી ઘણા મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને પોલીસ ભવનમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા દરોડાની દેખરેખ રાખવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, દરોડો શનિવાર (25 માર્ચ) સવાર સુધી ચાલુ રહ્યો હતો.
ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યુ કે, 'માહિતી મળી છે કે ક્યાંકથી મોબાઈલ ફોન મળી આવ્યા છે. પોલીસની સાથે સાથે સ્નિફર ડોગ પણ આ તપાસમાં સામેલ છે અને આ કામનુ સંપૂર્ણ રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યુ છે. અમે તેનુ લાઈવ ટેલીકાસ્ટ ગાંધીનગરના સ્ટેટ કંટ્રોલ રૂમમાં પણ જોઈ શક્યા હતા.'
દરોડા દરમિયાન ગુજરાત પોલીસના જવાનોએ જેલમાં કેદીઓને શું સુવિધાઓ આપવામાં આવી રહી છે તેની પણ ચકાસણી કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સીએમ ડેશબોર્ડ પરથી દરોડાનુ નિરીક્ષણ કર્યુ હતુ. આ કામગીરી અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, મહેસાણા, ભાવનગર, બનાસકાઠા સહિતની તમામ જેલોમાં કરવામાં આવી હતી. સાબરમતી સૌથી મોટી જેલ હોવાથી 300 પોલીસકર્મીઓએ ત્યાં દરોડા પાડ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
