Gujarat Loksabha Election 2024: ગુજરાત લોકસભાના આ ઉમેદવારો છે સૌથી અમીર, જાણો કોની પાસે કેટલી સંપત્તિ
Gujarat Lok Sabha Election: હાલ દેશમાં લોકશાહીનો પર્વ ચાલી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, લોક સભા ચૂંટણી માટે 7 તબક્કામાં મતદાન થવાનું છે. જેમાંથી પ્રથન તબક્કામાં 19 એપ્રિલના રોજ 102 બેઠક માટે અને 89 બેઠકો માટે બીજા તબક્કામાં 26 એપ્રિલના રોજ મતદાન યોજાયું હતું.
હવે 7 એપ્રિલના રોજ ત્રીજા તબક્કામાં 94 બેઠકો માટે મતદાન યોજાશે. જેમાં ગુજરાતની 26 બેઠકો પર પણ મતદાન થશે. લોકસભાની ચૂંટણીની મતગણતરી 4 જૂનના રોજ કરવામાં આવશે.
લોકસભા ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવતા સમયે પોતાની પાસે કેટલી મિલકત છે, તે જાહેર કરવી પડે છે. આ અહેવાલમાં આપણે ગુજરાતના સૌધી ધનિક ઉમેદવારો વિશે જાણીશું. ગુજરાતની કુલ 26 બેઠકો પર 266 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેમાંથી 68 ઉમેદવારો એટલે કે 26 ટકા ઉમેદવારો કરોડપતિ છે.
ભારતીય જનતા પાર્ટીના 26 ઉમેદવારોમાંથી 23 ઉમેદવારો કરોડપતિ છે. એટલે કે ભાજપમાં 92 ટકા ઉમેદવારો કરોડપતિ છે. કોંગ્રેસે ગુજરાતમાં 23 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે, જેમાંથી 21 ઉમેદવારો કરોડપતિ છે. બહુજન સમાજવાદી પાર્ટી 24 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે, જેમાંથી 4 ઉમેદવાર કરોડપતિ છે. ગુજરાતમાં 118 અપક્ષ ઉમેદવારો લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી 12 ઉમેદવારો કરોડપતિ છે.

લોકસભા ચૂંટણી લડી રહેલા ઉમેદવારોની સરેરાશ મિલકત 2.43 કરોડ છે, જ્યારે ત્રીજા તબક્કાના ઉમેદવારોની કુલ સંપત્તિ સરેરાશ 5.66 કરોડ છે.
જો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડી રહ્યા ઉમેદવારોમાં સૌથી ધનિક ઉમેદવારોની વાત કરવામાં આવે તો, સૌથી ધનિક ઉમેદવાર પૂનમ માડમ છે. તેમને ભારતીય જનતા પાર્ટીએ જામનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા ટિકિટ આપી હતી. પૂનમ માડમ પાસે 60,60,76,822 રૂપિયાની જંગમ મિલકત છે, તો 87,09,25,519 રૂપિયાની સ્થાવર મિલકત છે. પૂનમ માડમ પાસે કુલ 147 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે. અમિત શાહ પાસે કુલ 64 કરોડની સંપત્તિ છે. તેમની પાસે 42,80,25,833 રૂપિયાની જંગમ મિલકત અને 22,86,86,665 રૂપિયાની સ્થાવર મિલકત છે.
સી આર પાટીલ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના વર્તમાન સાંસદ છે. તેમને ભારતીય જનતા પાર્ટીએ નવસારી લોકસભા બેઠક પરથી ફરીથી મેદાનમાં ઉતાર્યા છે. સી આર પાટીલ પાસે કુલ 39 કરોડની સંપત્તિ છે. સી આર પાટીલ પાસે 29,27,12,336 રૂપિયા જંગમ મિલકત છે, અને 10,22,17,708 રૂપિયાની સ્થાવર મિલકત છે.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
