Gujarat Lok Sabha Election : નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ, 6 વર્ષનો પ્રતિબંધ મુક્યો

કોંગ્રેસે સુરત લોકસભા સીટના ગદ્દાર ઉમેદવાર નિલેશ કુંભાણીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. આ સાથે સાથે પાર્ટીએ 6 વર્ષનો પ્રતિબંધ પણ મુક્યો છે.

સુરત લોકસભા સીટથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે નિલેશ કુંભાણીનું નામાંકન 21 એપ્રિલના રોજ કથિત વિસંગતતાને કારણે રદ કરવામાં આવ્યું હતું.

Nilesh Kumbhani

કોંગ્રેસ સમિતિની શિસ્ત સમિતિની બેઠકમાં તથ્યોની નોંધ લેતા કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી સાથે સંપૂર્ણ બેદરકારી કે મિલીભગતની સ્થિતિ સ્પષ્ટ છે.

કોંગ્રેસે કહ્યું કે, કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ શિસ્ત સમિતિએ તમને હાજર થવા અને તમારો કેસ રજૂ કરવાનો સમય આપ્યો હતો.

પાર્ટીએ કહ્યું કે, નાટકીય રીતે ગાયબ થઈ ગયા છે અને તમે તમારા તરફથી કંઈ કહ્યું નથી. તેથી પાર્ટીએ તેમને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ કોંગ્રેસના ઘણા નેતાઓએ નિલેશ કુંભાણી પર ભાજપ સાથે હાથ મિલાવીને ભાજપના ઉમેદવારને બિનહરીફ જીતવામાં મદદ કરી હોવાનો આરોપ લગાવ્યો હતો.

જણાવી દઈએ કે, નિલેશ કુંભાણીનું નામાંકન નામંજૂર થયા બાદ અને બાકીના ઉમેદવારોના નામ પાછા ખેંચાયા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પાર્ટીના સંપર્કમાં નથી.

વચ્ચે સમાચાર સામે આવ્યા હતા કે નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. આ સમાચાર આવ્યા બાદ કોંગ્રેસના કેટલાક નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે નિલેશ કુંભાણીએ ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને જીતવામાં મદદ કરી હતી. હવે શિસ્ત સમિતિએ નિલેશ કુંભાણીને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X