ગુજરાતમાં 45 IAS અધિકારીઓની બદલી : અજય ભદ્દુ CMના સચિવ
ગાંધીનગર, 3 જુલાઇ : ગુજરાત સરકારે ગુજરાત કેડરના 45 આઇએએસ અધિકારીઓની બદલી કરી છે. આ બદલીઓને કારણે સરકારી વિભાગોમાં ચર્ચા શરૂ થઇ છે.
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના વર્તમાન સચિવ વિજય નહેરાની નિમણૂંક હજી એક મહિના પહેલા આનંદીબેન પટેલે મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા હતી ત્યારે કરવામાં આવી હતી. એક મહિનાના જ સમયમાં તેમની ફરી બદલી કરવામાં આવી છે. હવે તેમને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બનાવી દેવામાં આવ્યા છે.

બીજી તરફ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન કમિશનર અજય ભદ્દુને મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નવા સચિવ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ભદ્દુને ગુજરાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ બોર્ડ (GIDB)ના સીઇઓ બનાવીને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
અન્ય બદલીઓમાં જિલ્લા કલેક્ટર્સ, મ્યુનિસિપલ કમિશનર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. સુરત મ્યુનિસિપલ કમિશનર મનોજ કુમાર દાસને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ના જોઇન્ટ મેનેજિંગ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.
પ્રોહિબિશન પર રહેલા ગૃહ વિભાગના અધિક સચિવ મિલિંદ તોરાવનેની બદલી સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી છે. મહેસાણાના કલેક્ટર રાજકુમાર બેનિવાલની બદલી અમદાવાદ જિલ્લા કલેક્ટર તરીકે કરવામાં આવી છે.
નવસારી જિલ્લાના કલેક્ટર સંધ્યા ભુલ્લરની બદલી વ્યવસાય અને તાલીમના કમિશનર તથા ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશનના એક્સ ઓફિશિયો મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કરવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
