GSRTC કર્મચારી પર મહેરબાન થઈ ગુજરાત સરકાર, આપશે 14 લાખની સહાય
Gujarat government: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ GSRTC નિગમના કર્મયોગીઓ માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે.
ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે કે, આ નિર્યણ અંતર્ગત GSRTC કર્મચારીનું ચાલુ નોકરી દરમિયાન અવસાન થાય તો તેના કુટુંબને રૂપિયા 14 લાખની સહાય આપવામાં આવશે.
આ યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ, મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને પહોંચાડવા માટે GSRTC નિગમના કર્મચારીઓ કોઈ પણ તહેવારની રજા લીધા વિના ફરજ પર હર હમેશ નિષ્ઠાથી કાર્યરત રહે છે.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મયોગીને કોઈ પણ પ્રકારે અવસાન થાય તો તેવા કિસ્સામાં રાજ્ય સરકાર દ્વારા તેના આશ્રિત કુટુંબને રૂપિયા 14 લાખની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સહાય પહેલા એસ.ટી નિગમમાં વિવિધ સેવાઓમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકી ચાલુ નોકરીએ અવસાન પામનારા વર્ગ-3 અને વર્ગ - 4ના નિયમિત કર્મચારીઓના આશ્રિત કુટુંબને કર્મચારીની બાકી રહેલી નોકરીના સમયગાળાને ધ્યાનમાં લઈને રૂપિયા 4/-લાખ, રૂપિયા 5/-લાખ અને રૂપિયા 6/- લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવતી હતી.
આ સિવાય એસ.ટી નિગમના નિયુકત કરવામાં આવેલા પાંચ વર્ષિય ફિક્સ પગારની કરાર આધારીત સેવાના વર્ગ-3 અને વર્ગ-4 ના અવસાન પામેલા કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૂપિયા 4 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવતી હતી.

રાજ્ય સરકારના આ નિર્ણયથી નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ- 3 અને વર્ગ- 4ના કર્મચારીઓના તારીખ 24 સપ્ટેમ્બર 2022 કે ત્યારબાદ ચાલુ નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને રૂપિયા 14/-લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવાની રહેશે.
આ ઉપરાંત વિવિધ કચેરીઓ ખાતે નિયુકત કરાયેલ પાંચ વર્ષિય ફિકસ પગારની કરારીય સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબને રૂપિયા 14 લાખ ઉચ્ચક નાણાકીય સહાય ચુકવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ અને પાંચ વર્ષની ફિક્સ કરારીય સેવામાં નિમણુંક પામેલ કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન તારીખ 12 ઓક્ટોબર 2023 કે ત્યારબાદ અવસાન પામનાર વર્ગ -3 અને વર્ગ- 4ના 153 કર્મચારીઓના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા 21 કરોડથી વધુની સહાય આપવામાં આવશે.
જેમાં જૂની યોજના પ્રમાણે 124 કર્મચારીઓના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા 5 કરોડ 32 લાખની સહાય કરવામાં આવી છે, અને બાકીની સહાય પણ ટૂંક સમયમાં આપવામાં આવશે, એમ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.
એસ. ટી. નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો વધુ એક સંવેદનશીલ નિર્ણય !
— Harsh Sanghavi (@sanghaviharsh) February 11, 2025
રાજ્યના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓના પરિવારજનો માટે વધુ એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે. નિગમના કર્મચારીના ચાલુ ફરજે અવસાનના કિસ્સામાં તેઓના સ્વજનોને…
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
