ગુજરાત સરકારે 1.16 લાખ કારીગરોને આપી સાધન સહાય, જાણો શું છે માનવ કલ્યાણ યોજના? કેવી રીતે લેશો લાભ
what is Manav Kalyan Yojana in Gujarati?: ગુજરાત રાજ્યના ઉદ્યમી અને મહેનતું કારીગરો આર્થિક રીતે વધુ પગભર થઈને પોતાનું અને પરિવારનું જીવન ઉજળું બનાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના થકી તેમને ઓજારો-સાધનો આપવામાં આવે છે.
જેમના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ સુધીની હોય તેવા વ્યક્તિઓ-કારીગરોને આ યોજના અંતર્ગત સાધન સહાય આપવામાં આવે છે, જેથી આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને સ્વરોજગારથી પુરતી આવક ઉભી થાય છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ કુટિર, ખાદી, ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત તથા રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વાર આ યોજના અંતગર્ત વર્ષ 2022-23માં 35158 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે.
આ સાથે વર્ષ 2023-24માં 35120 તથા વર્ષ 2024-25માં 46000 મળીને કુલ 1.16 લાખ કરતાં વધુ લાભાર્થીઓને ટૂલકીટ સહાયનો લાભ આપવામાં આવ્યો છે.
માનવ કલ્યાણ યોજનામાં દૂધ-દહીં વેચનાર, ભરતકામ, બ્યૂટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસીંગ-રીપેરીંગ, પ્લમ્બર, સેન્ટિંગ કામ, ઇલેકટ્રીક એપ્લાયન્સિસ રીપેરીંગ, અથાણા બનાવટ અને પંચર કિટ જેવા 10 ટ્રેડમાં નાના પ્રકારના વેપાર-ધંધા કરવા કારીગરોને વ્યવસાય માટે જરૂરી સાધન-ઓજાર સહાય આપવામાં આવે છે.

18 વર્ષથી 60 વર્ષની ઉંમર ધરાવતા લાભાર્થીઓ ઇ-કુટિર પોર્ટલ ઉપર https://e-kutir.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરવાથી આ યોજનાનો લાભ લઈ શકે છે.
આ યોજનાનો લાભ લેવા માટે અનુ. જાતિ પૈકી અતિ પછાત વર્ગની 12 જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકી અતિ પછાત તેમજ વિચરતી અને વિમુકત જાતિઓ તથા દિવ્યાંગ વ્યક્તિઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડશે નહી.
આજના ડિજિટલ યુગમાં લાભાર્થીઓને અરજી કરવામાં અનુકુળતા અને સરળતા રહે તે માટે ઈ-કુટીર પોર્ટલ પર માનવ કલ્યાણ યોજના ઓનલાઈન કરવામાં આવી છે.
આ યોજના ઓનલાઈન થવાથી લાભાર્થીઓ આંગળીના ટેરવે ઘરે બેઠા બેઠા ઓનલાઈન અરજી કરીને યોજનાનો સરળતાથી લાભ લઇ શકે છે.
માનવ કલ્યાણ યોજના અંતગર્ત ઓનલાઈન ડ્રોમાં મંજૂર થયેલા લાભાર્થીઓના ઈ-વાઉચર જનરેટ કરવામાં આવે છે. લાભાર્થીઓ નિયુક્ત કરેલા પોતાના મનપસંદ વેન્ડર પાસેથી ઈ-વાઉચરનો ઉપયોગ કરીને મંજૂર થયેલ ટૂલકીટ ખરીદી શકે છે.
રાજ્ય સરકારે નક્કી કરેલ રકમ-વાઉચર ઉપરાંત પોતાની મનપસંદ કીટ લેવા વધારાની રકમ આપીને પણ લાભાર્થીઓ આ ટૂલકીટ ખરીદી શકે છે, એમ કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
