છેલ્લા 9 વર્ષમાં ખેડૂતો 10 હજાર કરોડની સહાય ચુકવાઈ હોવાનો ગુજરાત સરકારનો દાવો, જાણો ક્યાં વર્ષે કેટલી સહાય ચુક
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત કુદરતી આફતોને કારણે ખેડૂતોના પાક બરબાદ થઈ રહ્યા છે. સરકારે વિવિધ આફતોના સમયે સહાયની પણ જાહેરાત કરી છે. હવે રાજ્ય સરકારે છેલ્લા 9 વર્ષમાં ચુકવેલી સહાયના આંકડા જારી કર્યા છે.
રાજ્ય સરકારે અત્યારસુધીમાં 2015-16 થી અત્યારસુધીમાં 10 હજાર કરોડ રૂપિયા સહાય ચુકવી હોવાનો દાવો કર્યો છે. આ દાવા અનુસાર, ગુજરાત સરકારે વર્ષ 2015-16 થી લઈને વર્ષ 2023-24 સુધીમાં કુદરતી આફતમાં થયેલા પાક નુકશાનીમાં રાહત આપવા 88.76 લાખ અસરગ્રસ્ત ખેડૂતોને 10,532 કરોડથી વધુ રકમની આર્થિક સહાય ચૂકવી છે.

વિગતવાર આંકડા પર નજર કરીએ તો, વર્ષ 2015-16માં ભારે વરસાદ અને કમોસમી વરસાદના પગલે 1,82,041 ખેડૂતોના પાકને મોટા પાયે નુકશાન થયું હતું. આ નુકશાનીની સહાય પેટે સ્ટેટ ડિઝાસ્ટર રિલિઝ ફંડ હેઠળ ખેડૂતોને 279.22 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. તે જ રીતે વર્ષ 2017-18માં ભારે વરસાદ, પૂર અને જમીન ધોવાણના કિસ્સામાં 7,69,570 ખેડૂતોને રાજ્ય સરકારે 1,706. 60 કરોડની રકમ સહાય તરીકે ચૂકવી હતી.
2018-19 માં પણ ભારે વરસાદ, પૂર અને દુષ્કાળ સહિતની આફતોમાં 17,59,614 ખેડૂતોને રાજ્ય સરકારે 1,678.09 કરોડની રકમ સહાય પેટે ચૂકવી હતી. તેવી જ રીતે વર્ષ 2019-20માં પણ કમોસમી વરસાદના કિસ્સામાં 33,18,097 ખેડૂતોને કૃષિ સહાય પેકેજ તરીકે 2,489.58 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી. 2020-21 માં ભારે વરસાદ અને પૂરના પગલે રાજ્યના 19,03,575 ખેડૂતોને ખેતીમાં નુકશાન થયું હતું. જેની સહાય પેટે સરકાર દ્વારા 2,905.97 કરોડની ચૂકવણી કરવામાં આવી હતી.
ત્યારબાદ વર્ષ 2021-22માં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો. આ કહેર બાદ વાવાઝોડાથી થયેલા નુકશાનના પગલે રાજ્યના 7,67,330 ખેડૂતોને બે તબક્કામાં 1,240.58 કરોડની સહાય ચૂકવવામાં આવી હતી.
વર્ષ 2022-23 માં પણ રાજ્યએ અતિવૃષ્ટીનો સામનો કરવો પડ્યો છે. અતિવૃષ્ટીના કારણે 1,38,691 ખેડૂતોને આર્થિક નુકશાની થઈ હતી. આ સ્થિતિમાં રાજ્ય સરકારે 147 કરોડની સહાય ચૂકવી છે. વર્ષ 2023-24માં પણ કમોસમી વરસાદની સ્થિતિમાં 37,045 ખેડૂતોને કૃષિ રાહત પેકેજ જાહેર કરીને 85.49 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
