ગુજરાત સરકારે IAS અધિકારીઓની બદલી, પ્રમોશન અને વધારાના ચાર્જ સોપ્યા
Gujarat Government : ગુજરાત સરકાર દ્વારા કેટલાક ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારીઓની બદલીઓ અને પ્રમોશનની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નિવૃત્ત IAS અધિકારી મુકેશ પુરીને બે વર્ષ માટે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પંકજ જોશીને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ (ACS)ના પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. જોશી કે જેઓ મુખ્યમંત્રીના એસીએસ પણ છે, તેઓ નિવૃત્ત થયેલા મુકેશ પુરીની જગ્યા લેશે.
ગુજરાત સરકાર દ્વારા સામાન્ય વહીવટ વિભાગ (GAD)ના અધિક મુખ્ય સચિવ કમલ દયાનીને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC)ના મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. મુકેશ પુરી નિવૃત્ત હોવાથી દયાનીને આ વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

કેએમ ભીમાજીયાણીની નિવૃત્તિ બાદ ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ કમિશનર અને મહિલા અને બાળ વિભાગના સચિવ કે કે નિરાલાને નાણાં સચિવ (ખર્ચ)નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે વિકાસ કમિશનર સંદીપ કુમારને કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના સચિવના પદ પર ખસેડ્યા છે, અને એકે રાકેશને તે પદના વધારાના ચાર્જમાંથી મુક્ત કર્યા છે.
ડૉ. ધવલકુમાર પટેલ, ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામના કમિશનરને આ જ પદ પર ચાલુ રાખવા માટે બઢતી આપવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર ઉદિત અગ્રવાલને પણ આ જ પદ પર બઢતી આપવામાં આવી છે.
નાણા (બજેટ)ના અધિક સચિવ સદિડિંગપુલી છકછુકને બઢતી આપવામાં આવી છે અને ડૉ. સૌરભ પારધીની જગ્યાએ ટૂરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.
મહિલા અને બાળ વિભાગના અધિક સચિવ રણજીત કુમાર સિંઘને બઢતી આપવામાં આવી છે અને ICDSના કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાતની ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સીના CEO, સુપ્રીત સિંહ ગુલાટીને આ જ પોસ્ટ પર ચાલુ રાખવા માટે બઢતી આપવામાં આવી છે.
હિતેશ કોયાને બઢતી આપી ડેવલપમેન્ટ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
એએમ સુરાનાને બઢતી આપવામાં આવી છે અને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) ના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
AUDA ના CEO DP દેસાઈને આ જ પોસ્ટ પર ચાલુ રાખવા માટે બઢતી આપવામાં આવી છે.
જીઆઈડીસીના જોઈન્ટ એમડી ડૉ. નરેન્દ્ર કુમાર મીણાને મત્સ્યોદ્યોગ નિયામક તરીકે ખસેડવામાં આવ્યા છે.
સુરભી ગૌતમને GIDCના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
બી. કે. પંડ્યાની જામનગર જિલ્લાના કલેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
ડૉ. હર્ષિત ગોસાવીને ગૃહ વિભાગ (કાયદો અને વ્યવસ્થા)ના સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
