જપ્ત કરાયેલી બોટ લેવા ગયેલું ગુજરાતી માછીમારોનું જૂથ પાકિસ્તાનથી પરત
વડોદરા, 22 જુલાઇ : ગુજરાતની જખૌ જળસીમાએ વખતોવખત ભારતીય માછીમારોને બોટ સાથે પાકિસ્તાન મરીન અપહરણ કરીને થોડા સમય બાદ માછીમારોને છોડી મૂકે છે. પરંતુ આ સમયે માછીમારોની કિંમતી બોટ પરત આપતી નથી. આ પ્રશ્ને પોરબંદર માંગરોળ અને વેરાવળના માછીમાર આગેવાનોનું એક પ્રતિનિધિ મંડળ પાકિસ્તાનની મુલાકાતે જઇને પાકિસ્તાન સરકાર સાથે ચર્ચા કરી હતી. પાકિસ્તાન સરકારના પ્રતિનિધિઓએ બોટ છોડવા હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. પાકિસ્તાને જણાવ્યું હતું કે આ અંગે વિધીવત રીતે ભારત સરકારને જાણ કરાશે .
નોંધનીય છે કે છેલ્લા 12 વર્ષમાં પાકિસ્તાને ભારતીય માછીમારોની કુલ 800 ફિશીંગ બોટ પકડીને પોતાના કબ્જામાં રાખી મૂકી છે. આવી બોટો કાંઠા ઉપરજ હોવાથી મોટા ભાગની બોટો સારવારના અભાવે સમય જતા ભાંગી ગઇ છે. પાકિસ્તાને કેટલીક બોટની હરાજી પણ કરી દીધી છે.

ગુજરાતના માછીમારોનું પ્રતિનિધિમંડળ તારીખ 19 અને 20 જુલાઇના રોજ પાકિસ્તાનની મુલાકાતે હતું. માછીમાર આગેવાનોના પ્રતિનિધિ મંડળમાં અરવિંદભાઇ પાંજરી ખીમજીભાઇ મોતીવરસ, વેલજીભાઇ મસાણી, પોલીસ અધિકારી શ્રી જેબલીયા વગેરે સામેલ હતા.
માછીમારોના પ્રતિનિધિ મંડળની મુલાકાત દરમિયાન પાકિસ્તાનમાં રહેલ કુલ 57 બોટ ઉપયોગમાં લઇ શકાય તેવી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેમાંથી 4 બોટને ભારે સમારકામ અને બાકીની 53 બોટને થોડા સમારકામની જરૂર છે. પ્રતિનિધિ મંડળની બોટ છોડવાની રજૂઆતને સફળતા બાદ 800માંથી આટલી જ બોટ પરત અપાય તેવી શકયતા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
