હાલોલના કેટલાક ગામોમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
લોકલ ટ્રાન્સમિશનના કેસો વધી રહ્યા છે. જેના પગલે હાલોલ તાલુકાના ગામડાના લોકો સતર્ક બન્યા છે.
સમગ્ર વિશ્વને ભરડામાં લઈ હાહાકાર મચાવનાર કોરોના વાયરસને નાથવા દેશભરમાં લૉકડાઉન પાર્ટ 2 લાગુ કરી દેવામાં આવ્યુ. તેમછતાં રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેમાં લોકલ ટ્રાન્સમિશનના કેસો વધી રહ્યા છે. જેના પગલે હાલોલ તાલુકાના ગામડાના લોકો સતર્ક બન્યા છે. બહારગામથી આવતા તેમજ અજાણ લોકો માટે ગામમાં પ્રવેશબંધી કરી દેવામાં આવી છે.

મહત્વનુ છે કે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં લૉકડાઉનનુ ચુસ્તપણે પાલન થઈ રહ્યુ હોવાના કારણે હાલોલ સહિતના ગામડાઓ હજુ સલામત છે. લૉકડાઉનનો અમલ કઈ રીતે કરી ગામડાઓમાં કોરોનાનો પગપેસારો ન થાય તે ગ્રામ્ય પ્રજાએ એકબીજાના સહયોગથી કરી બતાવી કઈ રીતે સલામત રહી શકાય તેની જાગૃકતા દેખાડી છે જેનુ ઉત્તમ પુરાવો ગુજરાતના હજારો ગામડાઓમાં જોવા મળ્યો હતો. જેમાં હાલોલ તાલુકાના ગામડાઓમાં સમજદારી, લોકભાગીદારીના અનોખા સમન્વય થકી કેવી જાગૃકતા હોવી જોઈએ તે જોવા મળી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
