Gujarat Election: ગુજરાતમાં મુસલમાનો કોને મત આપશે? મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકોનુ રુઝાન જુઓ અહીં
અમદાવાદની મુસ્લિમ બહુલ સીટો પર મુસલમાન મતદારોના દ્રષ્ટિકોણના આધારે જોઈ શકીએ કે ગુજરાતમાં આ વખત શું થઈ શકે છે.
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરે મતદાન થવાનુ છે. પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. રાજ્યમાં આ વખતે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે. વળી, AIMIMની હાજરીના કારણે મુસ્લિમ બહુમતીવાળી અમુક સીટો પર બહુકોણીય લડાઈ પણ જોવા મળશે. હવે સવાલ એ છે કે આ વખતે ગુજરાતનો મુસલમાન કયા પક્ષને મત આપશે. મુસલમા મતદારોમાં ભાજપનુ સમર્થન હાલમાં સીમિત દેખાઈ રહ્યુ છે. મુસ્લિમ મતોના દાવેદારોમાં હવે આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ પણ વધી ગઈ છે. અમદાવાદની મુસ્લિમ બહુલ સીટો પર મુસલમાન મતદારોના દ્રષ્ટિકોણના આધારે જોઈ શકીએ કે ગુજરાતમાં આ વખત શું થઈ શકે છે.

મુસલમાનો કોને મત આપશે?
ગુજરાતમાં મુસ્લિમ બહુમતી ધરાવતી ઘણી બેઠકો પર આ વખતે બહુકોણીય હરીફાઈ જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન(AIMIM) પણ મેદાનમાં છે. રાજ્યમાં મુસ્લિમ મતદારો કયા આધારે પક્ષો પસંદ કરી શકે છે તેનો અંદાજ બે મુસ્લિમ બહુમતીવાળી બેઠકોના મતદારોના ઈરાદા પરથી લગાવી શકાય છે. આ બેઠકો અમદાવાદના દરિયાપુર અને જમાલપુર-ખાડિયા છે. અહીંના મુસ્લિમ મતદારો જે વલણ વ્યક્ત કરી રહ્યા છે તે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેમના મતનો દાવો કરનાર ત્રણેય પક્ષો - કોંગ્રેસ, AAP અને AIMIM -એ ત્યાં મુસ્લિમ ઉમેદવારો પર દાવ લગાવ્યો છે.

AAP કે AIMIMને મત આપવાનો કોઈ અર્થ નથી
ન્યૂઝ18એ દરિયાપુર અને જમાલપુર-ખાડિયા વિધાનસભા ક્ષેત્રના લોકો સાથે વાત કરવાના આધારે એક અહેવાલ આપ્યો છે. જેમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે શું મુસ્લિમો પહેલાની જેમ કોંગ્રેસ સાથે છે કે તેઓ દિલ્લીની આમ આદમી પાર્ટી અને હૈદરાબાદની AIMIMને તક આપવાનુ વિચારી રહ્યા છે? જમાલપુર-ખાડિયાના ઘણા મુસ્લિમોએ કહ્યુ કે તેઓ કોંગ્રેસ સાથે જ રહેશે. મોહમ્મદ અસલમ અને તાલા શરીફે જમાલપુર મસ્જિદ પાસે ન્યૂઝ ચેનલને કહ્યુ, 'અમે જાણીએ છીએ કે કોંગ્રેસ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને હરાવવાની સ્થિતિમાં નથી. તેને 2017માં સારી તક મળી પરંતુ તે નિષ્ફળ ગઈ. AAP કે AIMIMને મત આપવાનો કોઈ અર્થ નથી કારણ કે તેઓ અહીં માત્ર મત કાપવા માટે જ છે.

2012વાળી ભૂલ નહિ કરે મુસલમાન
તેમણે કહ્યુ કે 2012વાળી 'ભૂલ' બિલકુલ ન થવી જોઈએ કારણ કે ત્યારબાદ મુસ્લિમ મતોના વિભાજનને કારણે ભાજપ પ્રથમ વખત જમાલપુર-ખાડિયા બેઠક જીતવામાં સફળ રહ્યુ હતુ. બીજી તરફ અમદાવાદ શહેરની દરિયાપુર બેઠક પરથી કોંગ્રેસના બે વખત ધારાસભ્ય અને પક્ષના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે આમ આદમી પાર્ટી અને AIMIM બંનેના નેતૃત્વને લપેટવાનો પ્રયાસ કર્યો છે. તેમણે આમ આદમી પાર્ટીના નેતૃત્વ પર બિલકિસ બાનોના મુદ્દે મૌન હોવાનો આરોપ લગાવ્યો છે
અને AIMIM વિશે દાવો કર્યો છે કે તે મુસ્લિમ મતો કાપીને 'ભાજપને હંમેશા મદદ કરે છે'. તેમણે કહ્યુ, 'ગુજરાતના મતદારો જાણી ગયા છે કે અસદુદ્દીન ઓવૈસી કોણ છે. તેઓ એકતરફી બોલીને ધ્રુવીકરણની રાજનીતિ કરે છે, જેનો ફાયદો ભાજપને થાય છે. અમે લોકોને સમજાવ્યુ છે કે આવી એકતરફી વાતો આપણા માટે આર્થિક કે સામાજિક રીતે આગળ વધવા માટે સારી નથી.'

કેજરીવાલની પાર્ટી પર લગાવ્યો ગંભીર આરોપ
ગ્યાસુદ્દીન શેખને પૂરી ખાતરી છે કે મુસ્લિમ મતદારો કેજરીવાલની પાર્ટી કે ઓવૈસીની પાર્ટીને મત નહિ આપે. ગુજરાતમાં દ્વિપક્ષીય રાજકારણ વિશે વાત કરતા તેમણે કહ્યુ કે 'આમ આદમી પાર્ટી હાઈપ બનાવે છે પરંતુ તેનો ફુગ્ગો ફૂટી ગયો છે. લોકોએ જોયુ કે કેવી રીતે AAPએ દિલ્લીમાં કોરોના ફેલાવવા માટે નિઝામુદ્દીન મરકઝને દોષી ઠેરવ્યો, શાહીન બાગના દેખાવકારોને મળ્યા નથી અને દિલ્લી રમખાણો કે જહાંગીરપુરી ધ્વંસના પીડિતોની સાથે ઊભા રહ્યા નથી. તેમણે ગુજરાતમાં બિલ્કીસ બાનો કેસમાં દોષિતોની મુક્તિ પર એક શબ્દ પણ ન બોલ્યો. શેખે એવો દાવો પણ કર્યો છે કે AAP મુસ્લિમોના વોટ ઇચ્છે છે પરંતુ તેમનાથી અંતર પણ રાખવા માંગે છે.

બિહાર ચૂંટણીમાં ઓવૈસીએ શું નુકસાન કર્યુ એ જોયુ
જો કે, દરિયાપુર અને જમાલપુર-ખાડિયાના મુસ્લિમો અનુભવી રહ્યા છે કે 2017ની સરખામણીમાં આ વખતે કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર ફિક્કો પડી ગયો છે. પરંતુ તેમને લાગે છે કે હજુ પણ તેમની પાસે કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નથી. જમાલપુરમાં વૃદ્ધ મુસ્લિમોના એક જૂથે કહ્યુ કે તેમને કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલમાં વિશ્વાસ છે. તેમણે કહ્યુ, 'AIMIM અમારા માટે વિકલ્પ નથી. આપણે જાણીએ છીએ કે બિહાર ચૂંટણીમાં ઓવૈસીએ શું નુકસાન કર્યુ, જેના કારણે ભાજપ સત્તામાં આવી. અમે ગુજરાતમાં તેનુ પુનરાવર્તન કરવા માંગતા નથી.

ગુજરાતના મુસલમાનોની પહેલી પસંદ
રાજકીય વિશ્લેષકો કહે છે કે એ નોંધવુ અગત્યનુ છે કે ગુજરાતમાં મુસ્લિમોના જબરજસ્ત સમર્થનને કારણે કોંગ્રેસનો વોટ શેર વર્ષોથી 35થી 40 ટકાની વચ્ચે રહ્યો છે. ગોધરાકાંડ પછીના રમખાણો પછી પણ આમાં કોઈ ફેરફાર થયો નથી. એક સ્થાનિક પત્રકારનુ કહેવુ છે કે AIMIM અથવા AAP જેવી પાર્ટીઓ માટે મુસ્લિમોના વોટ મેળવવુ આસાન નહિ હોય. (ફોટા- ફાઇલ)
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
