Gujarat Election Result 2022: જામનગર ઉત્તર સીટથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાએ જીતી ચૂંટણી
ગુજરાતના ટોચના ઉમેદવારોમાંના એક એવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ ચૂંટણી જીતી છે.
Jamnagar North Assembly Election 2022 Results(જામનગર ઉત્તર વિધાનસભા ચૂંટણી પરિણામ): ગુજરાતના ટોચના ઉમેદવારોમાંના એક એવા ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ ચૂંટણી જીતી છે. તેઓ જામનગર ઉત્તરની હાઈ-પ્રોફાઈલ બેઠક પરથી મોટી જીત મેળવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર રીવાબા જાડેજા 50,000થી વધુ મતોથી જીત્યા છે. રિવાબા જામનગર ઉત્તર બેઠક પરથી મત ગણતરીના પ્રારંભિક રાઉન્ડથી આગળ હતા. જોકે તે પછીથી ત્રીજા નંબરે સરકી ગયા હતા પરંતુ પછી તેમણે એવી સરસાઈ મેળવી હતી જેના કારણે તેમણે જીત મેળવી અને જામનગર ઉત્તર બેઠક પર ભાજપનો ઝંડો લહેરાવ્યો હતો.

રીવાબા જાડેજાને કુલ 84,336 મત મળ્યા
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાએ જામનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણીને ઘણી રસપ્રદ બનાવી હતી. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાને કુલ 84,336 મત મળ્યા, જ્યારે તેમના હરીફ AAP ઉમેદવાર કરસન કરમુરને 33,880 મત મળ્યા. બીજી તરફ કોંગ્રેસના બિપેન્દ્રસિંહ જાડેજાને 22822 મતોથી સંતોષ માનવો પડ્યો હતો.

જામનગર જિત્યા બાદ રીવાબાનુ નિવેદન
જામનગર ઉત્તરમાંથી જીત્યા બાદ તેમણે કહ્યુ હતુ કે, ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી જે રીતે કામ કરી રહ્યુ છે અને વિકાસનુ મોડલ પ્રસ્થાપિત કર્યુ છે, લોકો પણ આ વિકાસ યાત્રાને ભાજપ સાથે મળીને આગળ વધારવા માંગે છે. ગુજરાતની જનતા ભાજપની સાથે હતી અને ભવિષ્યમાં પણ રહેશે તે સ્પષ્ટ છે.

વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપીને રીવાબાને આપી
આ વખતે જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપે પોતાના વર્તમાન ધારાસભ્ય ધર્મેન્દ્ર જાડેજાની ટિકિટ કાપીને રીવાબાને મેદાનમાં ઉતાર્યા છે. ધર્મેન્દ્રસિંહ જાડેજા અહીં 2012 અને 2017માં બે વખત જીત્યા હતા, જોકે 2012માં તેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા. અને 2017માં ભાજપમાંથી ચૂંટણી લડીને જીત્યા હતા. ધર્મેન્દ્રસિંહ જાડેજા સામેના ફોજદારી કેસને કારણે ભાજપે તેમની ટિકિટ કાપી અને પછી વર્ષ 2019માં ભાજપમાં જોડાનાર રીવાબાને ઉમેદવાર બનાવ્યા.

નણંદ અને સસરાએ કોંગ્રેસ માટે કર્યો હતો પ્રચાર
આ બેઠક એટલા માટે પણ રસપ્રદ છે કારણ કે અહીંથી તેમની નણંદ નયના જાડેજાએ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની સામે કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો છે. રવિન્દ્ર જાડેજાના બહેન ઉપરાંત પિતાએ પણ કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો.
#WATCH जामनगर उत्तर से भाजपा उम्मीदवार रीवाबा जडेजा ने जामनगर में अपने पति और क्रिकेटर रवींद्र जडेजा के साथ रोड शो किया।
— ANI_HindiNews (@AHindinews) December 8, 2022
आधिकारिक चुनाव आयोग के रुझानों के अनुसार, वह AAP उम्मीदवार करशनभाई करमूर से 50,456 मतों के अंतर से आगे चल रही हैं।#GujaratAssemblyPolls pic.twitter.com/g10q22rPTX
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
