હાર્દિક પટેલ 6 વર્ષ પછી મહેસાણામાં કરી શકશે પ્રવેશ, હાઈકોર્ટમાંથી મળી એક વર્ષની રાહત
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલને મોટી રાહત મળી છે.
Hardik Patel Mehsana: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ હવે હાર્દિક પટેલ મહેસાણામાં પ્રવેશી શકશે. ગુજરાત હાઈકોર્ટે મહેસાણામાં તેમના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય આપ્યો છે. હાર્દિક પટેલ આગામી 1 વર્ષ સુધી મહેસાણા જઈ શકશે. મહેસાણામાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા હોબાળા બાદ ગુજરાત હાઈકોર્ટે હંગામી રાહત આપતા હાર્દિક પટેલને લાદવામાં આવેલા પ્રતિબંધમાંથી રાહત આપી છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. મહેસાણામાં હિંસાને કારણે હાર્દિક પટેલના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે આગામી આદેશ સુધી હાર્દિક પટેલ મહેસાણામાં પ્રવેશી શકશે નહિ. જોકે શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ એસ.એચ.વોરાએ તેમને તાત્કાલિક રાહત આપતા એક વર્ષ માટે મહેસાણા જવાની મંજૂરી આપી હતી.
હાર્દિક પટેલે ગુજરાત હાઈકોર્ટમાં બેલ મોડિફિકેશન પિટિશન ફાઈલ કરી હતી. 7 નવેમ્બરના રોજ દાખલ કરાયેલી અરજીમાં અપીલ કરવામાં આવી હતી કે તેઓ વિધાનસભાની ચૂંટણી પહેલા તેમના કુળદેવીના મંદિરમાં પૂજા કરવા મહેસાણા જવા માંગે છે. ભાજપે વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલને ઉમેદવાર તરીકે ઉતાર્યો છે. અમદાવાદ જિલ્લાની બેઠક માટે હાર્દિક પટેલને મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે જુલાઈ 2018માં ગુજરાતની સ્થાનિક અદાલતે હાર્દિક પટેલ અને તેના સાથી લાલજી પટેલ અને એકે પટેલને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી. આ લોકો પર રમખાણો ભડકાવવાનો આરોપ હતો. કોર્ટને જાણવા મળ્યુ કે 23 જુલાઈ, 2015ના રોજ શહેરમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન એક કારને આગ લગાડવા ઉપરાંત ભાજપના ધારાસભ્ય હૃષિકેશ પટેલની ઑફિસને પણ સળગાવી દેવામાં આવી હતી.
ઓગસ્ટ 2018ના આદેશમાં ગુજરાત હાઈકોર્ટે નીચલી કોર્ટના આદેશને સ્થગિત કરીને હાર્દિક પટેલને જામીન આપ્યા હતા પરંતુ હાઈકોર્ટે હાર્દિક પટેલના મહેસાણા જવા પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો હતો. નવેમ્બર 2022ની તેમની અપીલ પર આદેશ ન આવે ત્યાં સુધી આ જામીનની શરત યથાવત છે. હાર્દિક પટેલે દોષિત ઠેરવવાના ચુકાદાને પડકાર્યો છે. કેસ હજુ પેન્ડિંગ છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
