કંચન જરીવાલાની ઉમેદવારી મુદ્દે મનીષ સિસોદિયાની આગેવાનીમાં ECને મળ્યા આપ નેતા, જાણો શું આવશે ઉકેલ?
દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નેતૃત્વમાં આપનુ પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચના અધિકારીને મળ્યુ.
Kanchan jariwala gujarat politics: ગુજરાત વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામી રહી છે. ગુજરાતના સુરત(પૂર્વ)ના ઉમેદવાર કંચન જરીવાલા ગાયબ થવા મામલે આમ આદમી પાર્ટીએ સત્તાધારી ભાજપ પર આરોપ લગાવ્યા. આ મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્લીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યુ કે ભાજપ ગુજરાત ચૂંટણી હારી રહી છે અને માટે હવે તેણે ગંદી રાજનીતિનો આશરો લીધો છે. કંચન જરીવાલાનુ ભાજપે અપહરણ કરી લીધુ હતુ. સિસોદિયાએ ઘણા ગંભીર આરોપો ભાજપ પર લગાવ્યા.

દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાના નેતૃત્વમાં આપનુ પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચના અધિકારીને મળ્યુ. તેમણે સુરત પૂર્વના ઉમેદવાર પર તેમની ઉમેદવારી પાછી ખેંચવા અને તેમને અજ્ઞાત સ્થળે લઈ જવા માટે દબાણ કરવાનો ભાજપ પર આરોપ મૂક્યો હતો. ECI એ માહિતી આપી હતી કે વોરંટ મુજબ પૂછપરછ અને કાર્યવાહી કરવા માટે CEO ગુજરાતને એક પ્રતિનિધિત્વ મોકલવામાં આવ્યુ છે.

આપ નેતા મનીષ સિસોદિયાએ કહ્યુ કે, ગુજરાતમાંથી સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન જરીવાલાને રિટર્નિંગ ઑફિસરના કાર્યાલયમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને 500થી વધુ પોલીસકર્મીઓએ ઘેરી લીધા હતા અને હવે તેમનું નામાંકન પાછુ ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ છે. સિસોદિયાએ આજે સાંજે એમ પણ કહ્યુ હતુ કે કંચન જરીવાલા ગઈકાલે આરઓ ઓફિસમાં છેલ્લે જોવા મળ્યા હતા. તેમણે તેમનુ નામાંકન રદ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યુ હતુ. મનીષ સિસોદિયાએ કહ્યુ કે આનાથી ચૂંટણી પંચ પર સવાલો ઉભા થાય છે.

મનીષ સિસોદિયાની જેમ અરવિંદ કેજરીવાલનુ પણ નિવેદન આવ્યુ હતુ. ગઈકાલે પ્રશ્ન ઉઠાવતા કેજરીવાલે કહ્યુ હતુ કે સુરત (પૂર્વ)ના અમારા ઉમેદવાર કંચન જરીવાલા અને તેમનો પરિવાર ગઈકાલથી ગુમ છે. અગાઉ ભાજપે તેમનુ નામાંકન રદ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનુ નામાંકન સ્વીકારવામાં આવ્યુ હતુ. બાદમાં તેમના પર ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યુ હતુ. શું તેમનુ અપહરણ કરવામાં આવ્યુ છે?'
Election Commission met AAP delegation led by Dy CM Manish Sisodia. They alleged coercion of candidate from Surat East for withdrawing his candidature & being taken to an undisclosed location. A representation has been sent to CEO Gujarat to enquire & take action as warranted:ECI
— ANI (@ANI) November 16, 2022
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
