Gujarat Election: ભાજપે જાહેર કરી 160 ઉમેદવારોની યાદી, 14 બેઠકો પર મહિલા ઉમેદવાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 182માંથી 160 ઉમેદવારોની તેમની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં 14 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યુ છે.
Gujarat Election: ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 182માંથી 160 ઉમેદવારોની તેમની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં 14 મહિલાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 69 ધારાસભ્યોને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. તમને જણાવી દઈએ કે આ યાદી જાહેર કરતા પહેલા ગઈકાલે રાતે વડાપ્રધાન મોદી અને અમિત શાહની હાજરીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટિલની બેઠકની બેઠક થઈ હતી.

ભાજપની 160 બેઠકોની યાદીમાં જે 14 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તે આ મુજબ છે.
1. રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા - જામનગર ઉત્તર
2. દર્શનાબેન વાઘેલા(SC) - અસારવા
3. દર્શનાબેન દેશમુખ વસાવા - નાંદોદ
4. સંગીતાબેન પાટિલ - લિંબાયત
5. પાયલબેન મનોજભાઈ કુકરાઈ - નરોડા
6. મનિષાબેન રાજીવભાઈ વકીલ(SC) - વડોદરા
7. ભીખીબેન ગરવંતસિંહ - બાયડ
8. કંચનબેન વિનુભાઈ રાદડિયા - ઠક્કરબાપાનગર
9. નિમિશાબેન સુથાર (ST) - મોરવા હડફ
10. દર્શિતાબેન પારસભાઈ શાહ - રાજકોટ પશ્ચિમ
11. ભાનુબેન મનોહરભાઈ બાબરિયા - રાજકોટ ગ્રામીણ
12. ગીતાબા જયરાજસિંહ જાડેજા - ગોંડલ
13. માલતીબેન કિશોરભાઈ મહેશ્વરી - ગાંધીધામ
14. જિજ્ઞાબેન સંજયભાઈ પંડ્યા - વઢવાણ
મહિલા ઉમેદવારોની વાત કરીએ તો કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠક પરથી માલતી મહેશ્વરીને રિપિટ કરવામાં આવ્યા છે. ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાને રિપિટ કરવામાં આવ્યા છે. સુરતની લિંબાયત બેઠક પરથી સંગીતા પાટિલને રિપિટ કરાયા છે. તમને જણાવી દઈએ કે માલતી મહેશ્વરી એસસી બેઠક પરથી વર્ષ 2017માં રાજકારણમાં આવનારા સૌથી નાના ધારાસભ્ય હતા. તેમણે 2017માં કોંગ્રેસી ઉમેદવાર કિશોર પિંગલ સામે 79,713 મતો મેળવ્યા હતા.
સુરતમાં સંગીતા પાટીલે 2017માં કોંગ્રેસના ડૉ. રવિન્દ્ર સુકલાલ પાટિલને 31951 મતોથી હરાવ્યા હતા. વર્ષ 2012માં પણ સંગીતા પાટિલે કોંગ્રેસના સુરેશ સોનવણેને હરાવીને 30,321 મતોથી બેઠક જીતી હતી. ગોંડલમાં ગીતાબા જાડેજાએ કોંગ્રેસના અર્જૂનભાઈ ખાટરીયાને 15,397 મતોથી હરાવ્યા હતા.
ભાજપે પ્રથમ યાદીમાં 160 બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે. ભાજપે કહ્યુ કે જે લોકોને ટિકિટ આપવામાં નથી આવી તેમણે પોતાની મરજીથી ચૂંટણી ન લડવાનુ જણાવ્યુ છે. જે લોકોને ભાજપમાં ટિકિટ નથી મળી તેમાં બ્રિજેશ મેરજા, આરસી ફળદુ, વાસણ આહિર, વિજય રુપાણી, નિતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, મધુ શ્રીવાસ્તવ, હિતુ કનોડિયા, વલ્લભ કાકડિયા, લાખાભાઈ સાગઠીયા, હકુભા જાડેજા, ગોવિંદ પટેલ, અરવિંદ પટેલ, સુરેશ પટેલ, કિશોર ચૌહાણ, અરવિંદ રૈયાણી, જગદીશ પટેલ, રાકેશ શાહનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
