Gujarat Budget 2026: શિક્ષણ વિભાગ માટે ₹63,184 કરોડની જોગવાઈ, નમો લક્ષ્મી પર વિશેષ ભાર
Gujarat Budget 2026: ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ આજે વિધાનસભામાં વર્ષ 2026-27નું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું છે. કુલ ₹4,08,053 કરોડ ના આ બજેટમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ પ્રાધાન્ય આપતા ₹63,184 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્ય સરકારે "સા વિદ્યા યા વિમુક્તયે" ના મંત્રને સાર્થક કરવા માટે ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વિદ્યાર્થીલક્ષી યોજનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

શિક્ષણ બજેટની મુખ્ય જાહેરાતો
1. શાળાકીય માળખું અને સુધારણા
- મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ: પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અત્યાધુનિક સુવિધાઓ માટે ₹3,055 કરોડ.
- પી.એમ. શ્રી યોજના: 926 શાળાઓના વિકાસ માટે ₹114 કરોડ.
- સંકલિત શાળાઓ: એક જ કેમ્પસમાં બાલવાટિકાથી ધોરણ-10 સુધીના શિક્ષણ માટે નવી શાળાઓ બાંધવા ₹120 કરોડ.
- રીપેરીંગ અને બાંધકામ: સરકારી માધ્યમિક શાળાઓના નવીનીકરણ માટે ₹342 કરોડ.
2. વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ માટે વિશેષ યોજનાઓ
- નમો લક્ષ્મી યોજના: કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે ₹1,250 કરોડ.
- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના: વિજ્ઞાન પ્રવાહના 2.50 લાખ વિદ્યાર્થીઓને આર્થિક મદદ માટે ₹250 કરોડ.
- બસ પાસ કન્સેશન: એસ.ટી. બસમાં મુસાફરી કરતા 13 લાખ વિદ્યાર્થીઓ માટે ₹223 કરોડ.
- સેનેટરી નેપકીન: સરકારી શાળાની 9.72 લાખ દીકરીઓ માટે ₹47 કરોડ.
3. સ્કોલરશીપ અને આર્થિક સહાય
- RTE પ્રવેશ: ખાનગી શાળાઓમાં મફત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹827 કરોડ.
- મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ: 1 લાખ તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ₹100 કરોડ.
- મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY): ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ માટે ₹112 કરોડ.
4. પોષણ અને આરોગ્ય
- મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના: વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે ₹598 કરોડ.
- પી.એમ. પોષણ યોજના (મધ્યાહન ભોજન): 74 તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઈઝડ કિચન માટે ₹552 કરોડ.
બજેટના અન્ય મહત્વના અંશો
- જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ્સ: શ્રેષ્ઠ નિવાસી શિક્ષણ માટે ₹223 કરોડ.
- પાઠ્યપુસ્તકો: 52 લાખથી વધુ પ્રાથમિક વિદ્યાર્થીઓને મફત પુસ્તકો આપવા ₹119 કરોડ.
- સ્વચ્છતા સહાય: 31,790 શાળાઓની સફાઈ અને સ્વચ્છતા માટેની ગ્રાન્ટ બમણી કરતા ₹135 કરોડ ફાળવાયા.
- દિવ્યાંગ સહાય: દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ અને સેન્સરી પાર્ક માટે ₹91 કરોડ.
- રક્ષા શક્તિ સ્કૂલ: સંરક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ₹18 કરોડ.
નિષ્કર્ષ: આ વર્ષનું શિક્ષણ બજેટ ગત વર્ષ કરતા 10% વધુ છે, જે સ્પષ્ટ કરે છે કે ગુજરાત સરકાર શિક્ષણને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા અને છેવાડાના વિદ્યાર્થી સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડવા કટિબદ્ધ છે.
-
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
