Gujarat Crime News: કચ્છના દરિયાકાંઠેથી મળ્યા 9 કરોડની કિંમતના ચરસના નવ પેકેટ
Gujarat Crime News: ગુજરાતના કચ્છ જિલ્લાના સિંધોડી અને સૈયદ સુલેમાન બેટ નજીકના દરિયાકિનારે જખૌ મરીન પોલીસને ચરસના નવ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટમાં રહેસા ડ્રગ્સની કિંમત આશરે રૂપિયા 9 કરોડ છે.
જખૌ મરીન પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આ પેકેટો મળી આવ્યા હતા. કચ્છ પોલીસે આ પેકેટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં દરિયામાં પ્રવાહ વધુ હોવાના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે અવારનવાર ડ્રગ્સના પેકેટ મળી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એજન્સીઓએ દ્વારકામાં અરબી સમુદ્રના કિનારેથી પણ 11 જૂનના રોજ 21 કિલો ચરસનો વધુ એક લોટ જપ્ત કર્યો હતો.
આ જપ્ત કરવામાં આવેલા નશીલા પદાર્થોની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 11 કરોડ રૂપિયા છે. આ ચરસના પેકેટ મોજપ કિનારેથી 20 પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે.
નોંધનીય બાબત છે કે, 10 જૂનના રોજ અબડાસાના કડુલી ગામ પાસે પેટ્રોલિંગ દરમિયાન કચ્છ પોલીસને શંકાસ્પદ માદક પદાર્થના 11.715 કિલોના 10 પેકેટ મળી આવ્યા હતા. આ ડ્રગ્સના પેકેટની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 5,85,75,000 છે.
ઉલ્લેખનીય છે કે, દ્વારકાના દરિયાકાંઠે અરબી સમુદ્રમાંથી વધુ એક જપ્તીમાં 30 કિલોગ્રામ નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. 32 કિલો ચરસ ધરાવતાં પેકેટ, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે રૂપિયા 16 કરોડ રૂપિયા 8 જૂનની વહેલી સવારે દરિયામાં તરતા મળી આવ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
