Gujarat Crime : રાંડ્યા પછીનું ડહાપણ? 100 કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર કરવા ગુજરાત સરકારનો આદેશ

Gujarat Crime : ગુજરાતમાં કથળી ગયેલી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કાબુ કરવા હવે સરકારે દેખાડા શરૂ કર્યા છે. આ ક્રમમાં જ અસામાજીક ગુંડા તત્વો પર કડક કાર્યવાહી કરવા રાજ્ય સરકારે આદેશ કર્યા છે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશ્નરો, રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા તાકીદની બેઠક યોજી હતી.

Gujarat Crime

આ બેઠકમાં આગામી 100 કલાકમાં રાજ્યના તમામ પોલીસ સ્ટેશન હદમાં રહેતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહી કરવા આ નિર્ણયનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપવામાં આવી. આ યાદીમાં અનેક પ્રકારના ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વોને સમાવવાનું નિર્ધારણ કરવામાં આવ્યું છે.

  • વારંવાર શરીર સંબંધિત ગુનાઓમાં સંકળાયેલા વ્યક્તિઓ
  • ખંડણી ઉઘરાવનાર અને ધમકી આપનાર તત્વો
  • મિલકત સામેના ગુનાઓ આચરનારા
  • પ્રોહિબિશન અને જુગારનો ગેરકાયદેસર ધંધો કરનારા
  • ખનીજ ચોરી અને અન્ય અસામાજીક પ્રવૃત્તિઓ દ્વારા જનતામાં ભય ફેલાવનારા તત્વો

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ યાદી તૈયાર થયા બાદ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન કરી વિવિધ કડક પગલાં લેવાની વાત કરી છે.

  • ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવા
  • સરકારી જમીન પરના દબાણોને દૂર કરવા
  • ગેરકાયદેસર વીજ કનેકશનના કેસમાં GUVNL સાથે સંકલન કરી કાર્યવાહી કરવા
  • આવા તત્વોના બેન્ક એકાઉન્ટની તપાસ કરી ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો સામે કાર્યવાહી કરવા
  • આવા તત્વો જામીન પર છૂટયા પછી અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયા હોય તો તેમના જામીન રદ કરવા
  • પાસા અને તડીપાર જેવા કાયદાકીય ઉકેલનો ઉપયોગ કરવા
  • ભાડુઆત રજીસ્ટ્રેશન ન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા

આ અંગે તમામ પોલીસ કમિશ્નર, રેન્જ આઈજી અને પોલીસ અધિક્ષકોને આ સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવા અને અંગત ધ્યાન આપી જરૂરી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X